કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન પોતાની ઈચ્છા મુજબ કાર પણ ખરીદી નથી શકતો, રેસ્ટોરન્ટના બિલ પર પણ ઉભા થાય છે સવાલો

ભૂલ ભુલૈયા 2 સ્ટાર કાર્તિક આર્યનએ હાલમાં જ કહ્યું હતું કે તેની માતા તેના તમામ વ્યવહારો સંભાળે છે અને તેને પોકેટ મની મળે છે, જે તેની માતા તેને આપે છે. કાર્તિક આર્યનનું કહેવું છે કે તેની માતા તેને તેના જન્મદિવસ પર પણ કાર ખરીદવા દેતી નથી. પરંતુ ઘણી રોક ટોક હોવા છતાં એક્ટરને તેની માતા પર ગર્વ છે.

કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન પોતાની ઈચ્છા મુજબ કાર પણ ખરીદી નથી શકતો, રેસ્ટોરન્ટના બિલ પર પણ ઉભા થાય છે સવાલો
Kartik Aaryan
Follow Us:
| Updated on: Nov 21, 2023 | 6:09 PM

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન એવા કેટલાક સ્ટાર્સમાંથી એક છે, જેમને બહુ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં મોટું નામ કમાવ્યું છે. તેની હાલની રીલિઝ ફિલ્મમાં શહેઝાદા સિવાય સત્યપ્રેમ કી કથા અને ભૂલ ભૂલૈયા 2 એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો અને જોરદાર કમાણી કરી. પરંતુ કરોડોની કમાણી કરનાર કાર્તિક આર્યન પોતાની ઈચ્છા મુજબ કાર પણ ખરીદી શકતો નથી. તો જાણો એવું કેમ છે? કાર્તિક આર્યને આ વાતનો ખુલાસો કર્યો છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કાર્તિક આર્યનએ જણાવ્યું હતું કે તે જે કંઈ પણ કમાય છે, તેના પૈસાથી સંબંધિત તમામ ટ્રાન્ઝેક્શન અને બેંકિંગ તેની માતા ધ્યાન રાખે છે. તેને કહ્યું, “મારી માતા મારા પૈસાની સંભાળ રાખે છે. મને ખબર નથી કે મારા ખાતામાં કેટલા પૈસા છે અથવા કોઈ પૈસા છે કે નહીં. તેના તાજેતરના કિસ્સો કહેતા એક્ટરે કહ્યું, “હું મારા જન્મદિવસ પર કાર ખરીદવા માંગતો હતો, પરંતુ મારી માતાએ પૈસા ન હોવાનું કહીને ના પાડી દીધી હતી. તેને કહ્યું કે કદાચ આવતા વર્ષે અથવા થોડા સમય પછી, પરંતુ હવે તે લઈ શકતો નથી.

‘ક્યારેક મને ગુસ્સો આવે છે’

કાર્તિક આર્યનએ કહ્યું કે તેની માતા તેને જે કહે તે માનવા સિવાય તેની પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તેને કહ્યું કે “મને એ પણ ખબર નથી કે કેવી રીતે ચેક કરવું (એકાઉન્ટમાં પૈસા). મને ખબર નથી કે તે કયું એકાઉન્ટ છે.” કાર્તિકે કહ્યું કે ક્યારેક મને ગુસ્સો આવે છે કે તમે (મા) મને કંઈપણ ખરીદવા માટે મંજૂરી નથી આપતી.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

તેને કહ્યું કે આ માત્ર કારની વાતને લઈને નથી. આ તો નાની નાની વસ્તુઓ માટે છે, જેમ કે મારું રેસ્ટોરન્ટનું બિલ, જો મારું બિલ વધારે હોય છે તો તે સવાલ કરે છે, “આટલું ખાવાનું કેવી રીતે ખાદ્યું, જ્યારે ડાયટ પર છે”

મા પર છે ગર્વ

પરંતુ કાર્તિક આર્યનને આટલું સહન કર્યા પછી પણ તેની માતા માલા તિવારી પર ગર્વ છે. તેની માતાએ તેના પુત્રના તમામ વ્યવહારોની જવાબદારી લેવા માટે તેની મેડિકલ પ્રેક્ટિસ છોડી દીધી હતી. આ એટલા માટે કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેનો પુત્ર પૈસાનો દુરુપયોગ કરે. તેને કહ્યું, “તે નથી ઈચ્છતી કે હું બગડી જાઉં. તેમને લાગે છે કે હું હજુ પણ ખરાબ થઈ શકું છું. મેં એવું જીવન જીવ્યું છે કે જેમાં મેં મારી કમાણી કરતા વધુ ખર્ચ કર્યો છે, તેથી તેઓએ નક્કી કર્યું છે મને પોકેટ મની જ આપે, તે સુધારો થશે.”

આ પણ વાંચો: એમી એવોર્ડ્સ 2023 : એકતા કપૂર અને અભિનેતા વીર દાસે રચ્યો ઈતિહાસ, મળ્યું મોટું સમ્માન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">