ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ ડાયરેક્ટરે બનાવી ડોક્યુમેન્ટ્રી, અક્ષય કુમાર કરશે પ્રેઝેન્ટ, જાણો ક્યારે થશે પ્રીમિયર?

|

Mar 06, 2024 | 6:40 PM

સ્વતંત્રતા સેનાની સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. આ ક્ષેત્રમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમની યાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બનાવ્યું છે, જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે. હવે ડાયરેક્ટર આનંદ એલ રાય આ અંગે એક ડોક્યુમેન્ટ્રી લઈને આવી રહ્યા છે જે અક્ષય કુમાર પ્રેઝેન્ટ કરશે.

ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આ ડાયરેક્ટરે બનાવી ડોક્યુમેન્ટ્રી, અક્ષય કુમાર કરશે પ્રેઝેન્ટ, જાણો ક્યારે થશે પ્રીમિયર?
Statue Of Unity - Akshay Kumar

Follow us on

અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’ લઈને આવી રહ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મહત્વાકાંક્ષી વિઝનને વાસ્તવિકતામાં ફેરવવાની સફર પર આધારિત છે. 40 મિનિટની આ ડોક્યુમેન્ટરી દેશને એકતાની ભાવના સાથે જોડે છે. તે અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમણે સ્વતંત્રતા પછી 562 ખંડિત રજવાડાઓના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું.

ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનનો પણ સમાવેશ થાય છે, જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી. આ ડોક્યુમેન્ટરી સ્ક્રીન પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણના દરેક તબક્કાને દર્શાવે છે. 2013માં સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની 182 મીટર ઊંચી પ્રતિમાની પૂર્ણાહુતિ માટે શિલાન્યાસ કર્યો હતો.

અક્ષય કુમારે કહી આ વાત

ડોક્યુમેન્ટરી વિશે વાત કરતાં અક્ષય કુમાર કહે છે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’નો ભાગ બનવું મારા માટે ખાસ અનુભવ રહ્યો છે. તે એકતાની મહાન ભાવનાને માન આપવા વિશે છે, જે દરેક ભારતીયની અંદર હોય છે. એક્ટર આગળ કહે છે, ‘સરદાર પટેલનું વિઝન અને નેતૃત્વ આપણને એક રાષ્ટ્ર તરીકેની આપણી શક્તિની યાદ અપાવવાની પ્રેરણા આપે છે. મને આશા છે કે આ ડોક્યુમેન્ટરી આપણને આપણા સહિયારા વારસા અને એક સામાન્ય હેતુ માટે સાથે આવવાની શક્તિની યાદ અપાવશે.

ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?
લીંબુ અને હળદરનું પાણી પીવાથી થશે અનેક લાભ, જાણો
Jaggery : ગોળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? અહીંયા જાણો
GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો

આ ચેનલ પર થશે ડોક્યુમેન્ટરીનું પ્રીમિયર

ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીની અનોખી પહેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તેમણે પ્રતિમા માટે લોખંડ ખરીદવાનું કહ્યું હતું અને આ પ્રતિમા બનાવવા માટે તેમણે ભારતના ખેડૂતો પાસેથી જૂના અને નકામા ખેતીના સાધનો માંગ્યા હતા. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’ 8 માર્ચે હિસ્ટ્રી ટીવી18 પર પ્રિમિયર થશે.

આ પણ વાંચો: આ સિરિયલને ટોપ પરથી હટાવવી મુશ્કેલ, જેઠાલાલે પણ મચાવી ધૂમ, જુઓ લિસ્ટ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:40 pm, Wed, 6 March 24

Next Article