AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ-લીલાથી લઈને બજરંગી ભાઈજાન સુધી, આ બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં

રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા બે રાજ્યો છે, જે ફિલ્મોને રિયલ બતાવાવમાં મદદ કરે છે. સંજય લીલા ભણસાલીથી લઈને સૂરજ બડજાત્યા સુધીની મોટાભાગની ફિલ્મો રાજાઓ અને મહારાજાઓના બેકગ્રાઉન્ડ પર શૂટ કરવામાં આવી છે. દીપિકા પાદુકોણની ફિલ્મો રામ લીલા અને બાજીરાવ મસ્તાનીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. એટલું જ નહીં સલમાનની બજરંગી ભાઈ જાનનું શૂટિંગ પણ રાજસ્થાનમાં થયું હતું.

રામ-લીલાથી લઈને બજરંગી ભાઈજાન સુધી, આ બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં
Rajashthan and maharashtra
| Updated on: Dec 03, 2023 | 6:25 PM
Share

ફિલ્મોની સ્ટોરીની પોતાની મજા હોય છે. પરંતુ, જ્યારે તેને ફિલ્મોની વાર્તાઓ અનુસાર શૂટ કરવામાં આવે છે, ત્યારે તેની મજા બમણી થઈ જાય છે. હા, બોલિવૂડ તેની શૂટિંગ કુશળતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. હિન્દી સિનેમામાં દરેક ફિલ્મનું શૂટિંગ તેની વાર્તા પ્રમાણે થાય છે. આજે આપણે એવી જ ફિલ્મો વિશે વાત કરીશું જેનું શૂટિંગ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થયું છે.

ઘણા પ્લેસ પર થયા છે ફિલ્મોના શૂટિંગ

રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા બે રાજ્યો છે જે ફિલ્મોને વાસ્તવિક દેખાવામાં મદદ કરે છે. બોલીવુડમાં ઘણી વાર આવી વાર્તાઓ લખવામાં આવે છે. જેના શૂટિંગ માટે નિર્માતાઓને એવા બેકગ્રાઉન્ડ અને સ્થળની જરૂર હોય છે, જે ફિલ્માવવામાં આવે ત્યારે ઉભરાયને બહાર આવે. આ બંને રાજ્યોમાં આવા અનેક ઐતિહાસિક મહેલો જોવા મળે છે.

રાજસ્થાનમાં બનેલી ફિલ્મો

1- બાજીરાવ મસ્તાની

રાજસ્થાનની રાજધાની જયપુર, જેને આપણે પિંક સિટી તરીકે ઓળખીએ છીએ, તેની એક અલગ જ સ્ટોરી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની આઇકોનિક ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ જયપુરના આમેર પેલેસમાં થયું હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

2- શુદ્ધ દેશી રોમાંસ

જોધપુર એટલે કે ભારતનું બ્લુ સિટી, દરેક વ્યક્તિ તેનાથી વાકેફ હશે. પરંતુ, શું તમે જાણો છો કે અહીં કઈ ફિલ્મનું શૂટિંગ થયું છે? સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરાની ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સનું શૂટિંગ જોધપુરમાં થયું હતું.

3- રામ લીલા

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત દીપિકા અને રણવીરની ફિલ્મ રામ-લીલાનું શૂટિંગ પણ રાજસ્થાનમાં થયું હતું. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાની વાતાવરણમાં કરવામાં આવ્યું છે. લોકોને આ સ્ટોરી ખૂબ જ ગમી હતી.

4- બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાનનું શૂટિંગ પાકિસ્તાનમાં થયું હતું. ફિલ્મમાં પાકિસ્તાન બતાવવા માટે રાજસ્થાનના ઝુનઝુનુના મંડાવા ગામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય ફિલ્મનો ક્લાઈમેક્સ સોનમર્ગમાં શૂટ કરવામાં આવ્યો હતો.

(Credit Source : harshalimalhotragalaxy)

5- હમ સાથ સાથ હૈ

રાજસ્થાન બોલિવૂડ નિર્દેશકોની પહેલી પસંદ છે. કારણ કે તેની વાર્તાઓમાં ઘણી એવી વાર્તાઓ છે જેના શૂટિંગ માટે રાજસ્થાનથી સારી જગ્યા બીજી કોઈ નથી. સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હૈનું પ્રખ્યાત ગીત મારે હિવડા મેં નાચે મોર પણ રાજસ્થાનમાં ફિલ્માવવામાં આવ્યું હતું.

મધ્ય પ્રદેશમાં બનેલી ફિલ્મો

1- રિવોલ્વર રાની

તમને કંગના રનૌતની ફિલ્મ રિવોલ્વર રાની યાદ હશે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું હતું. ફિલ્મના મહત્વના ભાગનું શૂટિંગ ગ્વાલિયરના પ્રખ્યાત કિલ્લામાં કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના ભાગોનું શૂટિંગ ગ્વાલિયર જિલ્લામાં કરવામાં આવ્યું છે.

2- રાજનીતિ

આ સિવાય રણબીર કપૂર, કેટરિના કૈફ અને અર્જુન રામપાલ અભિનીત પ્રખ્યાત ફિલ્મ રાજનીતિનું શૂટિંગ મધ્યપ્રદેશના ભોપાલમાં થયું હતું. આ ફિલ્મમાં મુખ્યત્વે બતાવવામાં આવેલી ઇમારત ભોપાલનો મિન્ટો હોલ છે, જ્યાં લોકો ફરવા માટે આવે છે.

3- તેવર

અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ તેવર લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ પણ મધ્યપ્રદેશમાં થયું હતું.

4- અશોકા

શાહરૂખ ખાનની તમામ ફિલ્મોમાં એક એવી ફિલ્મ છે જેનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું છે. હા, વર્ષો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ અશોકાનું શૂટિંગ મધ્યપ્રદેશના પંચમઢીમાં થયું હતું. તેમાં કરીના કપૂર હતી. ફિલ્મના ઘણા ભાગનું શૂટિંગ એમપીના જંગલોમાં કરવામાં આવ્યું છે.

5- દબંગ 3

આ યાદીમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની દબંગ 3નું નામ પણ સામેલ છે. આ ફિલ્મના ઘણા ભાગો એવા છે જેનું શૂટિંગ મધ્યપ્રદેશના મહેશ્વર અને માંડવમાં કરવામાં આવ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">