AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parveen Babi: ટાઈમ મેગેઝીનના કવર પર આવવા વાળી પ્રથમ સ્ટાર હતી પરવીન બાબી, તમામ મોટા કલાકારો સાથે કર્યું હતું કામ

પરવીન બાબી (Parveen Babi) પોતાના જીવનમાં આટલી ફિલ્મો કર્યા પછી પણ એકલવાયા હતા. તે મુંબઈમાં એકલા રહેતા હતા. 20 જાન્યુઆરી 2005ના રોજ અચાનક તેમનું અવસાન થયું.

Parveen Babi: ટાઈમ મેગેઝીનના કવર પર આવવા વાળી પ્રથમ સ્ટાર હતી પરવીન બાબી, તમામ મોટા કલાકારો સાથે કર્યું હતું કામ
Parveen Babi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 9:22 AM
Share

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ પરવીન બાબી (Parveen Babi) આજે દુનિયામાં નથી, પરંતુ તેણે કરેલી તમામ ફિલ્મો ઘણી હિટ સાબિત થઈ છે. તેમણે મુખ્યત્વે હિન્દી સિનેમામાં (Hindi Cinema) કામ કર્યું છે. 70-80ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાં પરવીન બાબીનું નામ આવતું હતું. પરવીન બાબી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં (Blockbuster Films) જોવા મળી છે. આ ફિલ્મોમાં દીવાર, અમર અકબર એન્થની, શાન અને નમક હલાલનો સમાવેશ થાય છે. 15 વર્ષની તેમની શાનદાર કારકિર્દીમાં પરવીન બાબીએ 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

4 એપ્રિલ 1949ના રોજ થયો હતો પરવીન બાબીનો જન્મ

પરવીન બાબીનો જન્મ 4 એપ્રિલ 1949ના રોજ ગુજરાતના જૂનાગઢમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. પરવીન બાબીના પિતા વલી મોહમ્મદ બોબી જૂનાગઢમાં નવાબ હતા. પરવીન બાબી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. પરવીન બાબીનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાંથી થયું હતું, ત્યારબાદ તેણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

પરવીન બાબીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, ત્યારપછી તેને તેના જીવનની પહેલી ફિલ્મ ‘ચરિત્ર’ મળી હતી. જોકે, આ ફિલ્મ સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી પરવીન બાબીને બીજી ઘણી ફિલ્મો મળી, જેમાંથી તેની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મજબૂર’ હતી. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. તે એક ગ્લેમરસ અભિનેત્રી રહી ચુકી છે અને તે પેશન આઇકોન તરીકે પણ જાણીતી હતી.

ટાઇમ મેગેઝીનના કવર પર આવી નજર

તેણીના બોલિવૂડ ડેબ્યુના 2-3 વર્ષમાં, તેણીએ એટલી પ્રસિદ્ધિ મેળવી કે, તેણીને ટાઇમ મેગેઝીનના કવર પર દર્શાવવામાં આવી. ટાઇમ મેગેઝીનના કવર પર જોવા મળેલી તે પ્રથમ બોલિવૂડ સ્ટાર હતી. પરવીન બાબીનું સ્ટારડમ અને જાદુ લોકો અને નિર્માતા-નિર્દેશકના પર પાથરી દેતા હતા. દરેક જણ તેને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા માંગતા હતા.

તેણે અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મો કરી. જેમાં સુહાગ, મજબૂર, દીવાર, દેશપ્રેમી, નમક હલાલ, કાલા પથ્થર, કાલિયા અને અમર અકબર એન્થની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. અમિતાભ સાથે પરવીનની જોડી હિટ ગણાતી હતી. પરવીન બાબી એક એવી અભિનેત્રી હતી જેણે અમિતાભ સિવાય શશી કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, રૂષિ કપૂર અને પીરોજ ખાન જેવા તે યુગના તમામ મુખ્ય એક્ટરો સાથે કામ કર્યું હતું.

20 જાન્યુઆરી 2005ના રોજ થયું અવસાન

પરવીન બાબી પોતાના જીવનમાં આટલી ફિલ્મો કર્યા પછી પણ એકલવાયા હતા. તે મુંબઈમાં એકલી રહેતી હતી. 20 જાન્યુઆરી 2005ના રોજ અચાનક તેમનું અવસાન થયું. તેના પાડોશીઓએ જણાવ્યું હતું કે, તે ત્રણ દિવસથી અખબાર અને દૂધ લેવા માટે ઘરની બહાર નથી આવી, ત્યારબાદ તે તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. મૃત્યુના કારણ વિશે વાત કરીએ તો, તેના અંગો નિષ્ફળ થઈ ગયા હોવાનું કહેવાય છે પરંતુ કેટલાક લોકોના જણાવ્યા અનુસાર તેણે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: Chaitra Navratri 2022: નવરાત્રિના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા, આ છે મંત્ર

આ પણ વાંચો: Bollywood News: ફોટામાં દેખાતી આ છોકરી બોલિવૂડની જાણીતી ડાન્સર અને સુપરસ્ટારની છે માતા, તમે ઓળખી શકો તો જિનિયસ કહેવાશો

Follow Us
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
g clip-path="url(#clip0_868_265)">