બિપાશા બાસુ બનવાની છે માતા, એક્ટ્રેસના બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો પતિ કરણ

|

Aug 16, 2022 | 5:23 PM

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ બિપાશાએ (Bipasha Basu) તેના સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં બિપાશાની સાથે કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે.

બિપાશા બાસુ બનવાની છે માતા, એક્ટ્રેસના બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો પતિ કરણ
Bipasha

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રોવરના (Karan Singh Grover) ઘરે એક નાનું મહેમાન આવવાનું છે. આજે બિપાશા બાસુએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. એક્ટ્રેસ બિપાશા બાસુએ તેના સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં બિપાશાની સાથે સાથે કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. બંને ખુબ ખુશ દેખાઈ રહ્યા છે. થોડા સમય પહેલા બિપાશા બાસુની પ્રેગ્નન્સીની અટકળો ચાલી રહી હતી. પરંતુ કરણ અને બિપાશાએ આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

બિપાશા બાસુએ કરી પ્રેગ્નન્સીની જાહેરાત

અટકળો પર વિરામ મુકતા એક્ટ્રેસ બિપાશાએ પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું છે. તેને સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પની તસવીરો શેર કરીને માહિતી આપી છે. પોતાના બાળક બિપાશા અને કરણ બંને માટે ખૂબ જ એક્સાઈટેડ છે. ફોટોમાં તેના પતિ કરણ સિંહ ગ્રોવરે બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. બિપાશા બાસુની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. બંનેના લગ્નને 6 વર્ષ થયા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અહીં જુઓ બિપાશા બાસુની પોસ્ટ

2016 માં થયા લગ્ન

તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના એપ્રિલ 2016માં લગ્ન થયા હતા. લગ્નના 6 વર્ષ પછી પણ બંને વચ્ચે શાનદાર બોન્ડિંગ છે. આ જ કારણ છે કે બિપાશા અને કરણને આઈડિયલ કપલ પણ માનવામાં આવે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સની જોડીને ખૂબ પસંદ કરે છે.

એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની પહેલી મુલાકાત ફિલ્મ ‘અલોન’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક ભૂષણ પટેલ હતા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. બંનેએ વર્ષ 2015માં ડેટિંગ શરૂ કરી હતી અને બીજા જ વર્ષે લગ્ન કરી લીધા હતા. બિપાશા બાસુની પ્રેગ્નન્સીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ બિપાશા અને કરણ તેમના પેરેન્ટહુડ એન્જોય કરી રહ્યા છે.

Next Article