કરણ જોહરે Boycott Brahmastra પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- પહેલાથી કંઈ કહી શકતા નથી

લાલ સિંહ ચઢ્ઢાની બોક્સ ઓફિસ પર હાલત જોઈને કરણ જોહર તેની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રને (Brahmastra) લઈને હેરાન થઈ ગયો છે. પોતાની પ્રતિક્રિયા આપતા તેને કહ્યું છે કે 9 સપ્ટેમ્બરે શું થશે ?

કરણ જોહરે Boycott Brahmastra પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- પહેલાથી કંઈ કહી શકતા નથી
karan-johar
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 16, 2022 | 2:59 PM

આ દિવસોમાં બોલિવૂડ ફિલ્મો પર એક પછી એક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક આમિરની ફિલ્મ સોશિયલ મીડિયા પર યુઝર્સની ટ્રોલિંગનો શિકાર બની રહી છે. તો એક સમયે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન, જાણે હવે મોટા સુપરસ્ટાર્સની ફિલ્મોનો બોયકોટ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ દરમિયાન રણબીર આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના (Brahmastra) બોયકોટના સમાચાર પણ સામે આવવા લાગ્યા છે. આવી પરિસ્થિતિમાં ટ્વિટર પર બોયકોટ બ્રહ્માસ્ત્ર જોઈને ડાયરેક્ટર કરણ જોહરે (Karan Johar) ચિંતા વ્યક્ત કરી છે. કરણ જોહરે હાલમાં આલિયા અને રણબીર સ્ટારર બ્રહ્માસ્ત્રના બોયકોટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેની પાછળનું કારણ લાલ સિંહ ચઢ્ઢા છે. લાલ સિંહ ચઢ્ઢાના બોક્સ ઓફિસ કલેક્શનને જોઈને કરણ જોહરે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

કરણે પોસ્ટમાં શું લખ્યું?

ગઈકાલે અયાન મુખર્જીનો જન્મદિવસ હતો. આ દિવસે કરણ જોહરે એક ખાસ પોસ્ટ શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અયાનના જન્મદિવસ પર તેની સાથે એક તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં ફિલ્મ બ્રહ્માસ્ત્ર પર રિએક્શન આપ્યું છે. કરણે એમ પણ કહ્યું કે તેના બે બાળકોની જેમ તે પણ અયાનને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. કરણ જોહરે બ્રહ્માસ્ત્રના બોયકોટના ટ્રેન્ડ વિશે પોસ્ટમાં કહ્યું છે કે 9 સપ્ટેમ્બર શું થશે, એ આપણે આ સમયે ભવિષ્યવાણી કરી શકતા નથી. પરંતુ કમિટમેન્ટ અને સખત મહેનત પહેલેથી જ એક જીત છે.

બોયકોટ પાછળનું શું છે કારણ

કરણ જોહર દ્વારા ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બોલિવૂડ ફિલ્મોને લઈને ચાલી રહેલા બોયકોટના ટ્રેન્ડને જોતા કરણ જોહરની ચિંતા સ્વાભાવિક છે. આ ફિલ્મનો બોયકોટ કરવા પાછળનું કારણ રણબીર કપૂર પણ છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે રણબીર કપૂરે ફિલ્મ યે જવાની હૈ દીવાની દરમિયાન દીપિકા સાથે મંદિરની પાછળ મેકઆઉટ કરવાની વાત કરી હતી, જેને લોકો હિંદુ ધર્મનું અપમાન કહી રહ્યા છે.

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. 5 વર્ષ પહેલા ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન બંનેના પ્રેમની શરૂઆત થઈ હતી. જે બાદ પાંચ વર્ષના સંબંધ બાદ બંનેએ 14 એપ્રિલે લગ્ન કરી લીધા હતા. હવે બંનેની એકસાથે પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati