Bijli Song Out : વિકી અને કિયારાએ ‘બિજલી’ પર ધૂમ મચાવી, અભિનેતાના ડાન્સે કર્યા પ્રભાવિત

|

Nov 26, 2022 | 9:58 AM

Bijli Song Out Now : વિકી કૌશલ (Vikcy Kaushal), ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અને કિયારા અડવાણી (Kiara Advani)ની આગામી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે.

Bijli Song Out : વિકી અને કિયારાએ બિજલી પર ધૂમ મચાવી, અભિનેતાના ડાન્સે કર્યા પ્રભાવિત
Vicky Kaushal

Follow us on

Govinda Naam Mera song Bijli : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર તેજી આવી છે. અલગ-અલગ પ્લેટફોર્મ પર એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. દરમિયાન, બોલીવુડ અભિનેતા વિકી કૌશલ, ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ “ગોવિંદા નામ મેરા” સતત ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર આ જોડી પડદા પર સાથે જોવા મળશે.

આ ફિલ્મનું ટ્રેલર ગયા દિવસોમાં રિલીઝ થયું હતું. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ટ્રેલર ચાહકોને ઘણું પસંદ આવ્યું. જેને જોયા બાદ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિકી, ભૂમિ અને કિયારા સતત તેમની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. આ એક આઇટમ નંબર છે. જેનું નામ છે ‘બિજલી’. ગીતમાં વિકી કૌશલ અને કિયારા અડવાણીનો ધમાકેદાર ડાન્સ જોવા મળી રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જુઓ ગીતનો વીડિયો…..

આ પહેલીવાર છે જ્યારે વિકી કૌશલ આ પ્રકારનું પાત્ર અને આવો ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અભિનેતાએ અગાઉ ક્યારેય આટલો ડાન્સ કર્યો નથી. તે જ સમયે, કિયારા આ ગીતમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ પણ અત્યંત કિલર છે. આ ગીત વિશે વિકી કૌશલે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે તેણે સ્ક્રીન પર આટલો બધો ડાન્સ કર્યો છે. આ ફિલ્મમાં તેનો ડાન્સ ચાહકોને જોવા મળશે. કિયારા સાથે ડાન્સ ફ્લોર શેર કરવામાં મજા આવી, તે એક અદ્ભુત કો-સ્ટાર છે અને પોતે એક સારો ડાન્સર છે.”

આ ગીતમાં મીકા સિંહ અને નેહા કક્કરે પોતાનો અવાજ આપ્યો છે. તે જ સમયે, આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે અને તેનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની નથી પરંતુ ગોવિંદા મેરા નામ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 16 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર જોયા બાદ આ કોમેડી મર્ડર મિસ્ટ્રી ફિલ્મથી મેકર્સ અને ફેન્સની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે.

Next Article