Kartik Aaryan New Car: કાર્તિક આર્યનના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો વધારો, જાણો કોણે આપી છે આ કરોડોની ગિફ્ટ?

વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'સોનુ કી ટીટુ કી સ્વીટી'થી લઈને તેમની તાજેતરમાં રિલીઝ થયેલી 'ભૂલ ભૂલૈયા 2'ની ઐતિહાસિક સફળતા સુધી ભૂષણ કુમાર અને કાર્તિક આર્યનની (Kartik Aaryan) જોડીએ એક શાનદાર સફર જોડે શેયર કરી છે.

Kartik Aaryan New Car: કાર્તિક આર્યનના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો વધારો, જાણો કોણે આપી છે આ કરોડોની ગિફ્ટ?
Bhushan-Kumar-Gifted-McLaren-Car-To-Kartik-Aaryan Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 6:37 PM

એક પાવર પેક્ડ પાર્ટનરશિપ એટલે પાવર પેક્ડ પ્રેઝન્ટ. ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2)ની સફળતા બાદ નિર્માતા ભૂષણ કુમારે (Bhushan Kumar) પ્રતિભાશાળી એક્ટર કાર્તિક આર્યનને (Kartik Aaryan) ભારતની પ્રથમ જીટી, એક પોશ ઓરેન્જ મેકલોરેન (McLaren GT) ગિફ્ટ આપી છે. જે ભારતમાં પહેલી કાર ડિલિવરી છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’થી લઈને તેમની હાલમાં રિલીઝ ‘ભૂલ ભુલૈયા 2’ની ઐતિહાસિક સફળતા સુધી ભૂષણ કુમાર અને કાર્તિક આર્યનની જોડીએ એક શાનદાર સફર જોડે શેયર કરી છે. આ પાવર હાઉસ કપલ હવે વધુ એક શાનદાર ફિલ્મ ‘શહેજાદા’ લઈને આવી રહ્યું છે, પરંતુ એટલું જ નહીં નિર્માતા અને અભિનેતાની આ જોડી આવનારા સમયમાં વધુ એનાઉન્સમેન્ટ કરીને તમને ચોંકાવવા માટે તૈયાર છે.

ભૂષણ કુમારે ગિફ્ટ કરી કાર્તિક આર્યનને ‘McLaren GT’ કાર

ટી-સિરીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડાટરેક્ટર ભૂષણ કુમારે જણાવ્યું હતું કે “કાર્તિક આર્યનની ડાયનેમિક, વિવેશિયસ એનર્જી કમાલ છે. અમે ક્રિયેટીવ રૂપથી લાઈન્ડ અપ છીએ. એક એક બોન્ડિંગ કે જે પ્રોફેશનલ નોટ પર શરૂ થયું હતું તે ચોક્કસપણે અમે કરેલા ઘણા સહયોગથી આગળ વધ્યું છે. દરેક પ્રોજેક્ટ પ્રત્યે તેનું ડેડીકેશન કાબિલ-એ-તારીફ છે. આ સ્પોર્ટ્સ કાર તેમની મહેનત અને ધૈર્યની પ્રશંસાનું પ્રતીક છે. અમે તેમનામાં વિશ્વાસ જગાડીએ છીએ અને ભવિષ્યમાં આ સહયોગને વધુ મજબૂત બનાવવાનો અમારો ધ્યેય છે.”

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કાર્તિક આર્યનને ગિફ્ટમાં મળી આ ભારતની પહેલી ‘McLaren GT’ લક્ઝરી કાર છે. આ કારની કિંમત 3.73 કરોડ રૂપિયાથી વધુ છે. કાર્તિક આર્યનની હાલમાં જ રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા 2’ વર્ષ 2022ની પહેલી હિન્દી બ્લોકબસ્ટર ફિલ્મ છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 180 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

લગભગ 4 કરોડ રૂપિયા તેની કિંમત

કાર્તિક આર્યનની નવી કાર ખાસ છે કારણ કે તે ભારતમાં વેચાણ માટે સૌથી સસ્તી ‘McLaren’ કાર છે. આ કારની બેસ પ્રાઈઝ કોઈપણ ટેક્સ અને ઓપ્સનલ એક્સેસરીઝ વગર એક્સ-શોરૂમ કિંમત 3.73 કરોડ રૂપિયા છે. આ કારને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે લાંબા અંતર સુધી ચાલી શકે. આ કારની સ્પીડ 327 કિલોમીટર પ્રતિ કલાક છે. આ કાર 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માત્ર 3.2 સેકન્ડમાં પકડી લે છે અને તેને 0થી 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં 9 સેકન્ડનો સમય લાગે છે.

ઘણી કાર છે કાર્તિકની લિસ્ટમાં સામેલ

કાર્તિક આર્યનના કાર કલેક્શનમાં બીએમડબ્લ્યુ 5 સિરીઝ, એક મિની કૂપર એસ કન્વર્ટિબલ, એક પોર્શ 718 બોક્સસ્ટર અને લેમ્બોર્ગિની યૂરસ કેપ્સ્યુલ વેરિઅન્ટ્સ સામેલ છે.

g clip-path="url(#clip0_868_265)">