Amitabh Bachchan: શું આ અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મનો રેફ્યુજી લુક છે? જુઓ વાયરલ ફોટો
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવો દેખાવનાર આ વ્યક્તિનો ફોટો 2018માં વાયરલ થયો હતો. ફોટો જોયા બાદ લોકોએ કહ્યું આ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિંદુસ્તાનથી બિગ બીનો લુક છે.
Afghani Refugee Portrait Viral : દુનિયાના મશહૂર ફોટોગ્રાફર સ્ટીવ મૈકરીએ તેના સોશિયલ મીડિયા પર એક અફધાન રેફ્યુજીનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં જોવા મળતો વયક્તિ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવો જોવા મળે છે. જેને પાધડી પહેરી લાંબી મુંછો અને ચશ્મા પહેરેલો જોવા મળી રહ્યો છે. આ ફોટો વાયરલ થઈ રહ્યો છે આ ફોટો સૌને આર્કષિત કરી રહ્યો છે. આ ફોટોને ઈન્સ્ટ્રાગ્રામ પર લાઈક અને કોમેન્ટ મળી રહી છે જેના પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે, આ બચ્ચનજી તો નથી ને?
વર્ષ 2018માં પણ આ ફોટો વાયરલ થયો હતો
તમને જણાવી દઈએ કે, આ ફોટો 2018માં વાયરલ થયો હતો. જેને જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, આમિરખાનની ફિલ્મ ઠગ્સ ઑફ હિંદુસ્તાનથી બિગ બીનો લુક વાયરલ થયો છે. ફોટોમાં જોવા મળતો વ્યક્તિ અમિતાભ બચ્ચનની કોપી હોય તેમ લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ ફોટો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ ફોટો જોઈ ચાહકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. આ ફોટાને 75 હજારથી પણ વધુ લાઈક મળી ચૂકી છે, કેટલાક લોકો આ ફોટોને મિસ્ટર બચ્ચન કહી રહ્યા છે.
ફોટોગ્રાફર સ્ટીવ મૈકરીએ કૈપ્શન આપ્યું
ફોટો શેર કરતા ફોટોગ્રાફર સ્ટીવ મૈકરીએ કૈપ્શન આપ્યું છે. તેમણે લખ્યું કે, પાકિસ્તાનમાં રહેનાર અફધાન શરણાથી શાબુજાનો ફોટો છે આ ફોટો આપણને વિશ્વભરના લાખો વિસ્થાપિત લોકોની યાદ અપાવે છે, તેમણે લખ્યું કે, દુનિયાભરમાં અભૂતપૂર્વ માનવીય સંકટ, ઈતિહાસમાં સૌથી મોટી સંખ્યામાં શરણાર્થીના રુપમાં સામે આવ્યા છે. 100 મિલિયન લોકોને તેમના ઘરથી બેઘર થયા છે.
ફોટોમાં જોવા મળતો વ્યક્તિ અમિતાભ બચ્ચન નથી
એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ફોટોમાં જોવા મળતો વ્યક્તિ અમિતાભ બચ્ચન નથી, તેમજ આ ફોટો ઠગ્સ ઑફ હિંદુસ્તાન કે બીગ બીની આગામી ફિલ્મનો પણ ભાગ નથી. હકિકતમાં આ શખ્સ અભિનેતા નથી. ફોટો શેર કરતા કેપ્શનમાં મેકરીએ કહ્યું આ ફોટો પાકિસ્તાનમાં રહેનાર 68 વર્ષીય અફધાન શરણાર્થીનો છે.