AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhumi Pednekar Happy Birthday : બોલિવૂડમાં કામ કર્યાને થયા 8 વર્ષ, તેમ છતાં આ એકટ્રેસ સુપરહિટ મુવી માટે હજી પણ તરસે છે

Bhumi Pednekar Happy Birthday : ભૂમિ પેડનેકર લગભગ 8 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે. અત્યાર સુધી તે ઘણી ફિલ્મોમાં સ્ક્રીન પર જોવા મળી છે. જોકે તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ નથી.

Bhumi Pednekar Happy Birthday : બોલિવૂડમાં કામ કર્યાને થયા 8 વર્ષ, તેમ છતાં આ એકટ્રેસ સુપરહિટ મુવી માટે હજી પણ તરસે છે
Bhumi Pednekar Happy Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:28 AM
Share

વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ દમ લગા કે હઈશા દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી ભૂમિ પેડનેકર આજે એટલે કે 18મી જુલાઈએ પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. વર્ષ 1989માં મુંબઈમાં જન્મેલી ભૂમિએ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. જો કે તેની કારકિર્દીમાં તેણે અત્યાર સુધી એક પણ સુપરહિટ ફિલ્મ આપી નથી.

આ પણ વાંચો : Happy Birthday : જ્યારે Bhumi Pednekar આ પાત્રો માટે બદલી દિધો હતો પોતાનો લુક, અભિનયથી બધાને બનાવી દિધા હતા ફેન્સ

દમ લગા કે કે હઈશા પછી, ભૂમિ પેડનેકરે તેની 8 વર્ષની ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ વર્ષોમાં આવેલી તેની તમામ ફિલ્મો કાં તો હિટ, સેમી હિટ, એવરેજ કે ફ્લોપ રહી. તેની અત્યાર સુધીની ફિલ્મી કરિયર પર એક નજર કરીએ

પહેલી ફિલ્મની હાલત કેવી હતી?

ભૂમિ પેડનેકર તેની પ્રથમ ફિલ્મ દલ લગા કે હઈશામાં આયુષ્માન ખુરાના સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં સંજય મિશ્રા, અલકા અમીન જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે ભૂમિએ તેનું વજન 27 કિલો વધાર્યું હતું. લોકોને આ ફિલ્મ પસંદ પડી અને ભૂમિની પણ પ્રશંસા થઈ. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી અને સેમી-હિટ રહી હતી.

2017માં અક્ષય સાથેની ભૂમિની ફિલ્મ ટોયલેટઃ એક પ્રેમ કથા રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો કોન્સેપ્ટ આઉટ ઓફ બોક્સ હતો. તે બોક્સ ઓફિસ પર સેમી-હિટ પણ રહી હતી. તે જ સમયે તે જ વર્ષે આવેલ શુભ મંગલ સાવધાન પણ સરેરાશ રહી હતી.

2 હિટ અને 5 ફ્લોપ

8 વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધી ભૂમિની માત્ર બે જ ફિલ્મો હિટ રહી છે. પહેલી ફિલ્મ બાલા છે, જે 2019માં આવી હતી અને બીજી છે પતિ, પત્ની ઔર વો, જે પણ તે જ વર્ષે રિલીઝ થઈ હતી. આ સિવાય અત્યાર સુધી તેની પાંચ ફિલ્મો ફ્લોપ રહી હતી. તેમની ફ્લોપની યાદીમાં સોનચિરૈયા, સાંડ કી આંખ, બધાઈ દો, રક્ષા બંધન અને ભીડનો સમાવેશ થાય છે. જો કે, આ ફિલ્મો સિવાય, ભૂમિ ઓટીટી પર ગોવિંદા નામ મેરા અને અફવામાં પણ જોવા મળી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">