AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાનું ચમકશે નસીબ, કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ બોલીવુડની એક મોટી ફિલ્મ મેળવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરણ જોહરની ફિલ્મમાં તેને કેમિયો કરવાનો મોકો મળ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મના નિર્માતાઓએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાનો પણ સંપર્ક કર્યો છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાનું ચમકશે નસીબ, કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 12:29 PM
Share

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ‘ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા અને રણવીર ઉપરાંત ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી જેવા દિગ્ગજ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મના નિર્માતાઓએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાનો પણ સંપર્ક કર્યો છે.

આ પણ વાંચો : રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ભીડ’ આ દિવસે થશે રિલીઝ

કરણ જોહરની ટીમે ફોન કર્યો અને ….. – ભારતી સિંહ

ભારતી સિંહે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, તે રોકી અને રાનીની લવસ્ટોરીમાં તેના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે કેમિયો કરવા જઈ રહી છે. તેના રોલ વિશે વાત કરતા ભારતીએ કહ્યું, “એક દિવસ અચાનક મને કરણ જોહરની ટીમ તરફથી ફોન આવ્યો. તેની ટીમે મને કહ્યું કે ફિલ્મ ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’માં એક જાહેરાત આવે છે, અને તે મને અને હર્ષને કાસ્ટ કરવા માંગે છે. અમે બંને ફિલ્મમાં કેમિયો કરવાના છીએ. કરણ જોહર સાથે કામ કરવાની ખૂબ મજા આવી.”

આ કારણે ‘રોકી અને રાનીની લવસ્ટોરી’ છે ખાસ

આ ફિલ્મ ઘણા કારણોસર ખાસ બની રહી છે. એક તરફ કરણ જોહર આ ફિલ્મ દ્વારા ડિરેક્શનની દુનિયામાં ફરી રહ્યો છે. બીજી તરફ ધર્મેન્દ્ર વર્ષો પછી મોટા પડદા પર ચમકવા આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’માં માત્ર ભારતી અને હર્ષ જ કેમિયો કરી રહ્યાં નથી, પરંતુ શ્રદ્ધા આર્ય અને અર્જુન બિજલાની પણ ખાસ ભૂમિકા ભજવવાના છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 28 જુલાઈ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

ફિલ્મ નિર્માતા કરણ જોહ કહ્યું હતું કે, તેમની અપકમિંગ ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાની હવે 28 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મમેકરે ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી શેયર કરી છે. કરણ જોહરે લખ્યું છે કે, ધીરજનું ફળ મીઠું હોય છે, તેથી એક શાનદાર સ્ટોરીની મિઠાસ વધારવા માટે, અમે વધુ પ્રેમ સાથે આવી રહ્યા છીએ. રોકી અને રાનીનો પરિવાર તૈયાર થઈ રહ્યો છે અને હવે આ અનોખી પ્રેમ કહાની 28 જુલાઈ 2023ના રોજ થિયેટરમાં જોવા મળશે. આલિયા ભટ્ટે પણ આ જાણકારી ફેન્સ સાથે શેયર કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">