Antim : ફિલ્મનાં રિલીઝ પહેલા સલમાન ખાને પોતાના સ્ટાફને બતાવી ફિલ્મ, જાણો અભિનેતાએ આવું કેમ કર્યું ?

સલમાન ખાને તાજેતરમાં જ તેમના સ્ટાફને આગામી ફિલ્મ અંતિમ ધ ફાઇનલ ટ્રુથ બતાવી. સલમાનને તેમની ટીમ પર વિશ્વાસ છે કે તેઓ ફિલ્મ લીક નહીં કરે.

Antim : ફિલ્મનાં રિલીઝ પહેલા સલમાન ખાને પોતાના સ્ટાફને બતાવી ફિલ્મ, જાણો અભિનેતાએ આવું કેમ કર્યું ?
Antim : The Final Truth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 3:26 PM

સલમાન ખાન (Salman Khan) ની આગામી ફિલ્મ Antim : The Final Truth છે. આ ફિલ્મમાં સલમાન સાથે તેમના જીજા આયુષ શર્મા (Aayush Sharma) મુખ્ય ભૂમિકામાં છે. હવે સલમાને ફિલ્મ રિલીઝ પહેલા જ કેટલાક ખાસ લોકોને આ ફિલ્મ બતાવી છે. હા, તાજેતરના અહેવાલો અનુસાર, સલમાન અને તેની ટીમે પનવેલના ફાર્મ હાઉસમાં તેમના સ્ટાફના સભ્યો માટે ખાસ પ્રિવ્યૂ સ્ક્રીનીંગનું આયોજન કર્યું હતું. એક અહેવાલ મુજબ સલમાને ગયા અઠવાડિયે ફિલ્મની સ્ક્રીનિંગ રાખી હતી.

સલમામનના આખા સ્ટાફ, કૂક, સિક્યુરિટી, ડ્રાઇવર અને તેમના ફાર્મમાં કામ કરતા બધા લોકોને ફિલ્મ બતાવવામાં આવી છે. સલમાન તેમની ફિલ્મની રજૂઆત પહેલા ઘણી વાર તેમની ફિલ્મ જુએ છે જેથી પાછળથી કંઇ બાકી ન રહે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લીક થવાનો ડર નથી

સામાન્ય રીતે ફિલ્મ સ્ક્રિનિંગ દરમિયાન લીક થઈ જાય છે, પરંતુ સલમાનને ખાતરી છે કે અંતિમનાં કેસમાં આવું નહીં થાય કારણ કે તેમને તેમના સ્ટાફ પર પૂરો વિશ્વાસ છે. તેઓ ઘણા વર્ષોથી તેમની સાથે કામ કરી રહ્યા છે. સલમાને ફિલ્મ વિશે તેમનો અભિપ્રાય પણ માંગ્યો હતો કારણ કે તે તેમને સાચો ફિડબેક આપે છે.

એવા પણ સમાચાર છે કે ફિલ્મમાં વરુણ ધવન (Varun Dhawan) નું ગણપતિ ગીત છે, સલમાન ખાન અને આયુષ શર્મા સાથે. આ ગીતને મુદસ્સર ખાને કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીતને હિતેશ મોદકે કંપોઝ કર્યું છે અને તેનું શીર્ષક દેવ બપ્પા ગણેશા છે અને તેનું શુટિંગ આ વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવ્યું હતું.

શું હશે સલમાન અને આયુષનું પાત્ર ?

સલમાન આ ફિલ્મમાં પોલીસના રોલમાં જોવા મળશે, જ્યારે આયુષ એક ગેંગસ્ટર તરીકે જોવા મળશે. ફિલ્મમાં બંને વચ્ચે ટક્કર થવાની છે. પહેલીવાર આયુષ અને સલમાન એકબીજાની સામે હશે. બાય ધ વે, સલમાન અને આયુષની આ બીજી ફિલ્મ છે. આ પહેલા બંનેએ લવયાત્રી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જોકે સલમાને તે ફિલ્મમાં અભિનય કર્યો ન હતો. સલમાને ફક્ત આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

ફિલ્મમાં સલમાનની સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી પ્રજ્ઞા જૈસવાલ (Pragya Jaiswal) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા પ્રજ્ઞા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. સલમાન આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- Radhe Shyam : નવા પોસ્ટરમાં ચાર્મિંગ લુકમાં જોવા મળશે પ્રભાસ, ફિલ્મની રિલીઝ ડેટ કરી જાહેર

આ પણ વાંચો :- Birthday Special: જ્યારે સોનુ સૂદનો આભાર માનવા ફેન્સ વટાવી ગયા હદ, જાણો 5 દિલધડક કિસ્સા

g clip-path="url(#clip0_868_265)">