વરુણ ધવન અને અર્જુન કપૂર કરતા હતા કેટરીનાથી નફરત, કારણ જાણીને સલમાનના ફેન્સને લાગશે ઝટકો
વરુણ ધવને (Varun Dhawan) કહ્યું હતું કે તેઓ કેટરીનાને (Katrina Kaif) નફરત કરે છે, સાથે તેનું કારણ પણ જણાવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું હતું કે અર્જુન સાથે મળીને તેમણે કેટરીના હેટ ક્લબ બનાવ્યું હતું.
બોલીવુડમાં ક્યારે કોનું કોની સાથે લવ અફેર ચાલતું હોય અને ક્યારે કોણ કોને અંદરખાને નફરત કરતુ હોય તે કહેવું મુશ્કેલ છે. તો ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ એવી છે જે નફરતને પણ કબુલ કરે છે, અને જાહેર પ્લેટફોર્મ પર તેના વિશે વાત કરે છે. જેમ કે વરુણ ધવને (Varun Dhawan) કહ્યું હતું કે તેઓ કેટરીનાને (Katrina Kaif) નફરત કરે છે, સાથે તેનું કારણ પણ જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે માત્ર વરુણ જ નહીં અર્જુન કપૂર પણ કેટરીનાને એટલી જ નફરત કરે છે. અર્જુન કપૂર હાલમાં મલાઈકા અરોડા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે, ત્યારે વરુણ ધવને પણ આ વર્ષે નતાશા સાથે સાથ ફેરાના બંધનમાં બંધાઈને નવા જીવનની શરૂઆત કરી છે.
શું હતું નફરતનું કારણ?
ખરેખર વાત એમ છે કે કેટલાક વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુંમાં વરુને આ વાત પર ખુલાસો કરતો હતો. વરુને કહ્યું હતું કે તેમણે અર્જુન કપૂર સાથે મળીને કેટરીના હેટ ક્લબ (Hate Club) બનાવ્યું હતું, કારણકે વરુણ અને અર્જુન કેટને બિલકુલ પસંદ નહોતા કરતા. અને આ પાછળનું કારણ હતું કે સલમાન ખાન (Salaman Khan) કેટરીનાને તેમના કરતા વધુ ભાવ આપતા હતા.
કેટરીનાએ આપ્યો જવાબ
જો કે કેટરીનાએ આ વાત પર તેની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું “હું પહેલા ટે બંને પર ધ્યાન નહોતી આપતી કેમ કે તેમને લાગતું હતું કે હું ભાવ ખાઈ રહી છું.” આ સિવાય કેટરીનાએ પોતાના ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે “મેં સમય સાથે ઘણું બધું શીખી લીધું છે, કે જીવનમાં તમારે એ રીતે રહેવું જોઈએ કે કોઈ અન્ય વ્યક્તિ તમારા દુઃખ કે ખુશીનું કારણ ના બની શકે.”
વરુણ પાસે અઢળક ફિલ્મો
વરુણ ધવનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો આ વર્ષ તેમના માટે સારું રહેશે. તે ટૂંક સમયમાં ફિલ્મ ‘ભેડિયા’ માં કૃતિ સેનનની સાથે જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત વરુણ ધવન પાસે ‘જુગ જુગ જીયો’ પણ છે, જેમાં કિયારા અડવાણી, નીતુ કપૂર અને અનિલ કપૂર જેવા કલાકારો પણ જોવા મળશે. આ બે ફિલ્મો ઉપરાંત વરૂણની લીસ્ટમાં ‘ઇક્કીસ’ અને ‘સનકી’ જેવી ફિલ્મો છે.
આ પણ વાંચો: કોવિડમાં નેતા-અભિનેતા પાસે ક્યાંથી આવી દવાઓ અને રેમેડેસિવિર? બોમ્બે હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ