AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balika Vadhu: ‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગોર નાની ઉંમરે બની નિર્માતા, કહ્યું હવે હું વધુ વિનમ્ર બની ગઈ છું

પોતાના વિચારો શેર કરતા અવિકા ગૌરે કહ્યું કે મને લાગે છે કે નિર્માતા તરીકે હું વધુ વિનમ્ર એક્ટર બની ગઈ છું, અને તેનાથી મને એક વ્યક્તિ તરીકે વિકસિત થવામાં પણ મદદ મળી છે. હું મારી જાત પર ખૂબ ગર્વ અનુભવું છું.

Balika Vadhu: 'બાલિકા વધુ' ફેમ અવિકા ગોર નાની ઉંમરે બની નિર્માતા, કહ્યું  હવે હું વધુ વિનમ્ર બની ગઈ છું
Avika Gor
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 6:35 PM
Share

‘બાલિકા વધુ’ (Balika Vadhu) ફેમ અભિનેત્રી અવિકા ગોરે (Avika Gor) તેના પ્રથમ અને હજુ સુધી શીર્ષક વિનાના પ્રોડક્શન વેન્ચરનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે કહે છે કે નિર્માતા બનવાથી તેણી વધુ નમ્ર કલાકાર બની છે. અવિકા ગોવામાં તેના પ્રથમ પ્રોડક્શન વેન્ચરનું શૂટિંગ કરી રહી હતી અને તેણે તેને એક અદ્ભુત અનુભવ ગણાવ્યો હતો.

ટેલિવિઝન શો “બાલિકા વધુ” માં આનંદીની ભૂમિકાથી ખ્યાતિ મેળવનાર અભિનેત્રીએ કહ્યું કે આ એક સુંદર અનુભવ રહ્યો છે, કારણ કે તે મારું પ્રથમ નિર્માણ છે. અમે ગોવામાં 10 દિવસથી વધુ સમય માટે શૂટિંગ કર્યું. સમગ્ર વાતાવરણ ખૂબ જ અલગ હતું.

ફિલ્મ અને કલાકારો વિશે વધારે ખુલાસો કર્યો નથી

24 વર્ષીય અભિનેત્રી અવિકાએ ફિલ્મ અને કલાકારો વિશે વધારે ખુલાસો કર્યો ન હતો, પરંતુ અવિકાએ પોતાના વિચારો શેર કરતા કહ્યું કે મને લાગે છે કે નિર્માતા તરીકે હું વધુ નમ્ર અભિનેતા બની ગઈ છું, અને તેનાથી મને એક વ્યકિતના રુપમાં વિકસિત થવામાં પણ મદદ કરી છે. મને મારી જાત પર ખૂબ ગર્વ મહેસુસ થાઈ છે. હું આ ફિલ્મ જલ્દી પૂર્ણ થવાની અને રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અવિકાને તેલુગુ ભાષાના થ્રિલર ડ્રામા ‘નેટ’ માં જોવા મળી હતી. તે જ સમયે, તે આગામી દિવસોમાં તેલુગુ ફિલ્મ ‘થેંક યૂ’ માં જોવા મળવાની છે.

અગાઉ, અવિકા માલદીવમાં રજાઓ ગાળવા માટે ચર્ચામાં હતી

અવિકા ગૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. ગોવામાં તેની ફિલ્મના શૂટિંગ પહેલા, અવિકા ગૌર તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે માલદીવમાં રજા ગાળતી જોવા મળી હતી. આ સફર દરમિયાન, અવિકા ગૌરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો એક બોલ્ડ ફોટો અને વીડિયો શેર કર્યો હતો. જે તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. અવિકા ગૌર અને મિલિંદ ચંદવાની હાલમાં ઓપન રિલેશનશિપમાં છે.

બાલિકા વધુએ બદલી નાખી સામાજિક વિચારસરણી

અવિકા ગૌરે અગાઉ એક અખબાર સાથે વાત કરતા કહ્યું હતું કે 2010 માં એક વખત જ્યારે તે દિલ્હીમાં હતી ત્યારે લગભગ 60 વર્ષનો એક માણસ તેની પાસે આવ્યો અને કહ્યું કે બચ્ચા અમને માફ કરશો, અમે તમારો શો અમારા પરિવાર સાથે નથી જોઈ શકતા. અમને શરમ આવે છે. જ્યારે અવિકાએ તેમને તેનું કારણ પૂછ્યું ત્યારે વડીલે કહ્યું કે તેમના પરિવારમાં પણ બાળલગ્નની પ્રથા છે. જો કે, તેમણે અવિકાને વચન આપ્યું હતું કે તે હવે આ પ્રથા તેમના પરિવારમાં ચાલુ રાખવા દેશે નહીં. આ પરથી સ્પષ્ટ છે કે જે હેતુ માટે શો બાલિકા વધૂ બનાવવામાં આવ્યો હતો તે કંઈક રીતે તેને પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો :- Kartik Aaryan New Film: કાર્તિક આર્યન બનશે ‘શહેઝાદા’, ક્રિતી સેનન બનશે તેમની શહેઝાદી, જાણો ક્યારે આવશે ફિલ્મ?

આ પણ વાંચો :- સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો વીડિયો થયો વાયરલ, માંડ-માંડ પડતા-પડતા બચી

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">