બાબા સિદ્દીકીની હત્યામાં બિશ્નોઈ ગેંગનો હાથ છે. મુંબઈ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધીની તપાસમાં બિશ્રોઈ ગેંગનો જ રોલ સામે આવ્યો છે. શૂટર્સના નિવેદનના આધાર પર એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે,ગોળી બાબા સિદ્દીકીને મારી એને સંદેશ સલમાન ખાનને મોકલ્યો છે.
એવી પણ ચર્ચા થઈ રહી છે કે, બાબા સિદ્દીકીની હત્યામાં લૉરેન્સ બિશ્નોઈનો હાથ છે. લૉરેન્સ બિશ્રોઈ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. પકડાયેલા શૂટર્સનો રેકોર્ડ લૉરેન્સ ગેંગ સંબંધોને લઈ તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસ,દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, હરિયાણાની સીઆઈઓ અને યુપી એસટીએફના સંપર્કમાં છે. બંન્ને શૂર્ટસની જાણકારી હરિયાણા પોલીસની સીઆઈ અને યૂપી એસટીએફે શેર કરી છે.
બાબા સિદ્દીકી અને બોલિવુડ સ્ટાર સલમાન ખાન સારા મિત્ર છે. સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેના પરિવાર સાથે મુલાકાત કરી હતી. સલમાન ખાન પહેલા જ બિશ્નોઈ ગેંગના નિશાન પર છે. હવે નેતાની હત્યા બાદ મેસેજ સ્પષ્ટ છે કે, બાબા સિદ્દીકીની હત્યાથી સલમાન ખાનને મેસેજ છે. મુંબઈ પોલીસ હાલમાં સમગ્ર મામલે તપાસ કરી રહી છે. સલમાન ખાનના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેના ઘર પર બિશ્નોઈ ગેંગના શૂટર્સે ફાયરિંગ કર્યું હતુ.
હત્યારાઓએ બાબા સિદ્દીકીને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી. બાબાને તરત જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. બાબાની હત્યા બાદ મુંબઈમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યામાં વપરાયેલી 9.9 એમએમની પિસ્તોલ પણ મળી આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શૂટરોના ઈતિહાસની તપાસ શરૂ કરી છે.ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન સહિત બોલિવુડ સ્ટાર જોવા મળે છે.
એવું પણ કહેવામાં આવતું હતુ કે, અહિ સબંધો જીવંત થતા હતા. સલમાન ખાન-શાહરુખ ખાન વચ્ચેના સંબંધો સુધારવા અને જૂના વિવાદને ઉકેલવામાં બાબા અને તેની ઈફ્તાર પાર્ટીની મોટી ભૂમિકા હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવુડ સ્ટાર પણ દુખ વ્યક્ત કરી રહ્યા છે.
Published On - 9:54 am, Sun, 13 October 24