AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation sindoor : ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, ફિલ્મ પહેલું પોસ્ટર રિલીઝ

નિક્કી-વિક્કી ભગનાની ફિલ્મ અને કન્ટેટ એન્જિનિયરોએ એક ફિલ્મ માટે સહયોગ કર્યો છે. બંને કંપનીઓ ઓપરેશન સિંદૂર પર એક ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મની જાહેરાત એક AI પોસ્ટર દ્વારા કરવામાં આવી છે.

Operation sindoor  : ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, ફિલ્મ પહેલું પોસ્ટર રિલીઝ
| Updated on: May 10, 2025 | 10:25 AM
Share

એક બાજુ ભારતીય શસ્ત્ર બળે પાકિસ્તાનને મોંઢા પર જવાબ આપ્યો છે. તો બીજી બાજુ પાકિસ્તાન વિરુદ્ધ ભારતે જવાબી કાર્યવાહી કરી છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. હવે આ મિશન પર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાત પણ થઈ ચૂકી છે.વિરલ ભાયાણીના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ નિક્કી-વિકી ભગનાની ફિલ્મ્સ અને કન્ટેન્ટ એન્જિનિયરના બેનર હેઠળ બનવા જઈ રહી છે.એક AI પોસ્ટર દ્વાર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટરમાં એક મહિલા સૈન્ય અધિકારીના હાથમાં બંદૂક જોવા મળી રહી છે.

પોસ્ટરમાં લખ્યું છે. ભારત માતાની જય ઓપરેશન સિંદૂર, આ ફિલ્મને જેકી ભગનાનીના કઝિન બ્રધર વિક્કી ભગનાની પ્રોડ્યુસ કરી રહ્યો છે. વિક્કીએ પણવિરલની પોસ્ટ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી પોતાની આ ફિલ્મની જાહેરાત કરી છે.

કોણ ડાયરેક્ટ કરશે આ ફિલ્મ ?

હજુ માત્ર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. ઉત્તમ મહેશ્વરી અને નિતિન કુમાર ગુપ્તા મળીને આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. વિક્કી ભગનાની બોલિવુડમાં મોટું નામ છે. તેમણે સોનાક્ષી સિંન્હા સાથે મળી એક ફિલ્મ બનાવી છે. જેનું ટાઈટલ છે નિકિતા રોય. સોનાક્ષીની આ ફિલ્મ 30 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

ઓપરેશન સિંદૂર પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય શસ્ત્ર બળો દ્વારા ચલાવવામાં આવેલા મિશન છે. પાકિસ્તાન આંતકીઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો કર્યો હતો અને 26 લોકોના મૃત્યું થયા હતા. પાકિસ્તાનને જવાબી કાર્યવાહીમાં 7 મેના રોજ ભારતીય સૈનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતુ અને પાકિસ્તાનમાં 9 આંતકી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે આ સ્ટ્રાઈકની સ્ટોરી મોટા પડદાં પર દેખાડવામાં આવશે.

આ ઓપરેશનને “સિંદૂર” નામ

આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">