Anant Ambani Pre Wedding : ‘ઘર મોરે પરદેશિયા’ પર ઈશા અને માતા નીતા અંબાણીનું શાનદાર પરફોર્મન્સ, જુઓ વીડિયો

|

Mar 06, 2024 | 8:13 AM

anant ambani and radhika merchant pre wedding : અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા આયોજિત ભવ્ય સમારંભમાં નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશાએ 'ઘર મોરે પરદેશિયા' ગીત પર પરફોર્મ કર્યું હતું. બધાને ખબર છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની હાલમાં ગુજરાતના જામનગરમાં થઈ હતી. જેમાં દેશ અને દુનિયાના અનેક નામાંકિત લોકો પધાર્યા હતા.

Anant Ambani Pre Wedding : ઘર મોરે પરદેશિયા પર ઈશા અને માતા નીતા અંબાણીનું શાનદાર પરફોર્મન્સ, જુઓ વીડિયો
Isha Ambani and mother Nita Ambani

Follow us on

Anant Ambani Pre Wedding : મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણીમાં હાજરી આપવા માટે ગુજરાતના જામનગરમાં સ્ટાર્સ એકઠા થયા છે. સેલિબ્રેશનના ત્રીજા દિવસે સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સાઉથ ઈન્ડિયા ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત અને સેનેગલ-અમેરિકન ગાયક ગુજરાત પહોંચ્યા હતા.

ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચના રોજ શરૂ થયું હતું અને મનોરંજન, ઉદ્યોગ, રાજકારણ અને રમતગમતના ક્ષેત્રોના દિગ્ગજ લોકો ગુજરાતના આ દરિયાકાંઠાના શહેર જામનગરમાં પહોંચ્યા હતા. સેલિબ્રેશનના છેલ્લા દિવસે અમિતાભ બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને સંજય દત્ત સાથે જામનગર પહોંચ્યા હતા.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

ફિલ્મ સ્ટાર્સની સાથે-સાથે ઘણા ક્રિકેટરો પણ આ ફંક્શનમાં હાજર રહ્યા હતા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની સહિત બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ગૌતમ અદાણી, એન ચંદ્રશેખરન જેવી હસ્તીઓ હાજર રહી હતી. કુમાર મંગલમ બિરલા અને અજય જેવા બિઝનેસ લીડર્સે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ ફંક્શનમાં અંબાણી મા-દિકરીએ કર્યો ડાન્સ

અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં નીતા અંબાણી અને ઈશા અંબાણીએ શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ‘ઘર મોરે પરદેશિયા’ પર પહેલા નીતા અંબાણી અને પછી પાછળથી તેની દીકરીએ ડાન્સ કંન્ટીન્યુ કર્યો હતો. આ શાનદાર પરફોર્મન્સ જોઈને બધાએ સ્નેહ વરસાવ્યો હતો.

ત્રણેય ખાને ‘નાટુ-નાટુ’ પર કર્યો ડાન્સ, શાહરૂખે કહ્યું- ‘જય શ્રી રામ’

ભવ્ય સમારોહમાં બીજા દિવસે અભિનેતા શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને જોરશોરથી ડાન્સ કર્યો અને પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન શાહરૂખે સ્ટેજ પર ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. આ અવસર પર ત્રણેય ખાને ફિલ્મ ‘RRR’ના ઓસ્કાર વિજેતા તેલુગુ ગીત ‘નાટુ નાટુ’ની ધૂન પર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર ત્રણેય વચ્ચે પરસ્પર સ્નેહ પણ જોવા મળ્યો હતો. આ પછી આમિરે તેના પ્રખ્યાત ગીત ‘મસ્તી કી પાઠશાલા’ પર ડાન્સ કર્યો અને શાહરૂખ ખાને ‘છૈયા છૈયા’ પર ડાન્સ કર્યો અને ત્રણેય કલાકારો તેમાં સામેલ થયા હતા.

Next Article