T20 વર્લ્ડ કપ જીત પર અમિતાભ બચ્ચનની પોસ્ટ પર લોકોએ કહ્યું ” વિનંતી કરીએ છીએ કે ક્રિકેટ ન જુઓ.”

અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026માં ભારતની જીતની સાથે દેશભરમાં દિવાળી જેવો માહૌલ છે. ફિલ્મી સ્ટાર પણ ટીમ ઈન્ડિયાની જીત પર તેને શુભકામના પાઠવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની પોસ્ટ હાલ વાયરલ થઈ રહી છે.

T20 વર્લ્ડ કપ જીત પર અમિતાભ બચ્ચનની પોસ્ટ પર લોકોએ કહ્યું   વિનંતી કરીએ છીએ કે ક્રિકેટ ન જુઓ.
| Updated on: Mar 09, 2026 | 11:37 AM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે જીત મેળવી છે. આ રોમાંચક મેચ બાદ ભારતીય ટીમે વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી. આ સાથે ભારતીય ટીમ 3 વખત ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતનાર પહેલો દેશ બન્યો છે. આ સાથે ઘરઆંગણે ટ્રોફી જીતનાર પહેલી ટીમ બની છે.

ટીમની જીત સાથે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સેલિબ્રિટીઓ ટીમને શુભકામના પાઠવી રહી છે. તેમાંથી એક અમિતાભ બચ્ચને પણ છે. જેમણે અલગ અંદાજમાં ટીમ ઈન્ડિયાને જીતની શુભકામના પાઠવી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં સૂર્યકુમારની કેપ્ટનવાળી ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનના મોટા અંતરથી હાર આપી ખિતાબ પોતાને નામ કર્યો હતો.

 

 

 

અમિતાભ બચ્ચને ટીમની જીત પર કહી આ વાત

અમિતાભ બચ્ચને લખ્યું ‘T 5679 કહ્યું હતુ ને કે હું મેચ નહી જોઈશ તો જીતી જશુ. જીતી ગયા. સ્પષ્ટ છે કે, અમિતાભ બચ્ચને આ ટોટકું કર્યું હતુ. જે મેચમાં ભારતની જીત માટે કેટલાક લોકો પોતાના મનમાં આવા ટોટકા કરે છે , અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ તેના પર ભારે પડ્યું છે. લોકો તેને પનૌતી કહી રહ્યા છે.

તો કેટલાકે કહ્યું 2023નું વર્લ્ડકપ તમારા કારણે હારી ગયા. એક યુઝરે કહ્યું તમે મેચ ન જુઓ. હવે મત પણ ન આપતા આપણો દેશ બચી જશે.કેટલાકે કહ્યું અમિતાભ બચ્ચને તમે મેચ જોઈ હોત તો પણ ચેમ્પિયન છીએ. કારણ કે, આપણી ટીમ ખુબ જ મજબુત છે. કેટલાકે કહ્યું તમે 10 વર્ષ સુધી ટીવી બંધ રાખજો . કારણ કે, આપણે દરેક ટ્રોફી જીતી લેશું.

તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન ટ્વિટર પર સૌથી વધુ એક્ટિવ રહેનાર અભિનેતા છે. તેનું ટ્વિટ પણ ખુબ જ રસપ્રદ હોય છે. અમિતાભ બચ્ચન પોતાની અપકમિંગ ફિલ્મ કલ્કિ 2898 એડી પાર્ટ 2માં વ્યસ્ત છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં તે અશ્વસથામાના રોલમાં છે. તે બ્રહ્માસ્ત્ર પાર્ટ 2માં પણ ગુરુની ભુમિકામાં જોવા મળ્યા હતા.

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો