Allegations Against Kanika Kapoor : પાકિસ્તાની ગીત ચોરવાના આરોપમાં પકડાઈ કનિકા કપૂર, સિંગરે આપ્યો આવો જવાબ

|

May 01, 2022 | 3:43 PM

બોલિવૂડની જાણીતી સિંગર કનિકા કપૂર (Kanika Kapoor) આ દિવસોમાં ચર્ચામાં છે. સિંગર પર પાકિસ્તાની ગીત ચોરવાનો આરોપ છે. આ આરોપ પાકિસ્તાની ગાયિકા હાદિકા કિયાનીએ (Hadiqa Kiani) દાવો કરતા લગાવ્યો છે.

Allegations Against Kanika Kapoor : પાકિસ્તાની ગીત ચોરવાના આરોપમાં પકડાઈ કનિકા કપૂર, સિંગરે આપ્યો આવો જવાબ
Kanika Kapoor - File Photo

Follow us on

કનિકા કપૂરનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની (Bollywood Industry) લોકપ્રિય ગાયિકાઓમાં આવે છે. આ દિવસોમાં, જ્યારે કનિકા તેના નવા ગીત માટે પ્રશંસા મેળવી રહી હતી, તો બીજી બાજુ, તેના પર મુશ્કેલી આવી. હાલમાં જ કનિકા કપૂર (Kanika Kapoor) પર એક ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેના પર પાકિસ્તાની ગાયિકા હાદિકા કિયાનીનું ગીત ચોરી કરવાનો આરોપ છે. હાદિકાએ (Hadiqa Kiani) દાવો કર્યો હતો કે તે તેની મૂળ કૃતિ હતી, જેમાં તેની માતાએ કવિતા લખી હતી. આ આરોપ બીજા કોઈએ નહીં પણ હાદિકાએ પોતે કનિકા પર લગાવ્યો છે.

વાસ્તવમાં કનિકા હાલમાં તેના નવા ગીત “બુહે બરિયાન” માટે ઘણી ચર્ચામાં રહી છે. પોતાના પર લાગેલા આરોપો બાદ હવે આ મામલે ખુલીને વાત કરી છે. તેણે પોતાના પર લાગેલા આરોપો પર નિશાન સાધતા જવાબ આપ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ગીતને કનિકાના ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ પાકિસ્તાની ગાયિકા હાદિકા કિયાનીએ તેના ગીતની ચોરી કરવાનો આરોપ લગાવ્યા બાદ કનિકા મુશ્કેલીમાં છે. હાદિકાએ દાવો કર્યો છે કે, આ ગીત તેની મૂળ રચના હતી. જેમાં તેની માતાએ કવિતા લખી હતી.

કનિકાએ આરોપો પર કરી સ્પષ્ટતા

પોતાના આરોપો પર પૂર્ણવિરામ મુકતા કનિકા કહે છે કે, અમે એક વાસ્તવિક ગીત બનાવ્યું છે. આ ગીત એકદમ નવું છે, કોઈની પાસે કવર વર્ઝન નથી. જો કોઈ તેના પર અધિકારનો દાવો કરે છે, તો એવું કંઈ નથી. પરંતુ, મારો કોઈને પરેશાન કરવાનો ઈરાદો નહોતો.

મારો મતલબ કોઈનું કામ ચોરી કરવાનો નથીઃ કનિકા કપૂર

ગાયિકાએ વધુમાં કહ્યું કે, તેણીએ માત્ર પંજાબી ગીતની હૂક લાઈનનો ઉપયોગ કર્યો હતો. જે મેં YouTube પર 60થી વધુ વર્ઝન જોયા અને સાંભળ્યા છે. આ સિવાય તેનો કોઈના કામની ચોરી કરવાનો બિલકુલ ઈરાદો નહોતો. તેણે કહ્યું કે, મને ખરેખર કોઈ ખ્યાલ નથી કે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે પંજાબથી આવે છે કે નહી.

હું પાકિસ્તાની ગાયકોનું સન્માન કરું છુંઃ કનિકા

વધુમાં કનિકાએ કહ્યું કે, મને પાકિસ્તાનના તમામ સાથી ગાયકો માટે ઘણો પ્રેમ અને સન્માન છે. હું તેના સંગીતને અનુસરવાનું અને પ્રેમ કરવાનું ચાલુ રાખીશ.

આ પણ વાંચો:  Films And Web Series On OTT : મે 2022 મનોરંજનથી ભરપૂર રહેશે, જાણો આ મહિને OTT પર કઈ વેબ સિરીઝ અને ફિલ્મો આવશે

આ પણ વાંચો:  અક્ષય કુમાર દાંત પર કાંસકો ચલાવતો જોવા મળ્યો

Next Article