ડિલિવરી પછી ફિટનેસ પર ફોક્સ કરી રહી છે આલિયા ભટ્ટ, યોગાનો ફોટો શેયર કરીને આપ્યો આ ખાસ મેસેજ

|

Dec 25, 2022 | 6:30 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) ડિલિવરી પછી પોતાની ફિટનેસ પર ફોક્સ કરી રહી છે. હવે આલિયાએ યોગ કરતો પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, આ ફોટો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે તેણે ફિટનેસને લઈને ખાસ મેસેજ આપ્યો છે.

ડિલિવરી પછી ફિટનેસ પર ફોક્સ કરી રહી છે આલિયા ભટ્ટ, યોગાનો ફોટો શેયર કરીને આપ્યો આ ખાસ મેસેજ
Alia Bhatt
Image Credit source: Instagram

Follow us on

આલિયા ભટ્ટ ડિલિવરી પછી પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. તે ફિટ રહેવા માટે યોગ કરી રહી છે અને સાથે જ જીમમાં પણ ખૂબ જ કસરત કરી રહી છે. હવે આલિયાએ તેનો એક લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. આલિયાએ ડિલિવરી પછી તેની ફિટનેસ જર્ની વિશે જણાવ્યું છે. આ સાથે તેણે ફિટનેસને લઈને ખાસ મેસેજ આપ્યો છે.

ડિલિવરી પછી પોતાના બોડીને સમજવું જરૂરી

આલિયા ભટ્ટે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે એરિયલ યોગ કરતી જોવા મળી રહી છે. આલિયાએ લખ્યું, બાળકના જન્મ પછી દોઢ મહિના પછી ધીમે ધીમે હું ટીચર અનુષ્કાના ગાઈડેન્સ હેઠળ આ કરી શકી છું. જેઓ મારા જેવી માતા છે, ડિલિવરી પછી તમારા બોડીને સમજો. એવું કંઈ ન કરો જે તમને યોગ્ય ન લાગે. મેં અઠવાડિયા સુધી વોક કર્યું અને બોડી બેલેન્સને મેઈનટેઈન કર્યું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પોતાની બોડીને પ્રેમ અને સપોર્ટ કરો

આલિયાએ આગળ લખ્યું, ‘તમારી બોડીએ જે કર્યું છે તેના વખાણ કરો. બાળકને જન્મ આપવો એ એક ચમત્કાર છે. બોડીએ તમારા માટે જે કર્યું છે તેના માટે તમારા શરીરને ઘણો પ્રેમ અને સપોર્ટ કરો. આલિયાએ છેલ્લે લખ્યું હતું કે, એક્સાઇઝને લગતું કંઈપણ કરતા પહેલા કૃપા કરીને તમારા ડોક્ટર સાથે વાત કરો’.

દોઢ મહિના પહેલા પુત્રીને આપ્યો જન્મ

આલિયા ભટ્ટે 6 નવેમ્બરે એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ રાહા કપૂર રાખ્યું છે. આ નામ રણબીર કપૂરની માતા નીતુ કપૂરે પસંદ કર્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી, જેમાં તે પતિ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળી હતી. આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મોમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘જી લે જરા’ છે. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તે રણવીર સિંહ સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળશે અને જી લે જરામાં આલિયા પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળશે.

Next Article