ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) આ વર્ષમાં બીજો ધમાકો કરવા માટે તૈયાર છે. એક્ટરે તેની આગામી ફિલ્મને લઈને ફરી ચર્ચામાં આવ્યો છે. એક્ટરની આગામી ફિલ્મ ‘રક્ષા બંધન’ (Raksha Bandhan) આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે, જેની જાણકારી અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ ફિલ્મમાં અક્ષય સાથે ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ફરી એકવાર લીડ રોલમાં જોવા મળશે. અક્ષયે માનુષી છિલ્લર સાથેની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રિલીઝ થઈ હતી, જેને બોક્સ ઓફિસ પર મિક્સ રિવ્યુ મળ્યા હતા. આ પછી હવે એક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘રક્ષા બંધન’માં જોવા મળવાનો છે.
પોતાની આગામી ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણકારી આપતા અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયા પર અક્ષયની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોતાની પોસ્ટ દ્વારા અક્ષય કુમારે રક્ષાબંધનની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
View this post on Instagram
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ રક્ષાબંધન આ વર્ષે 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. પોતાની પોસ્ટમાં, એક્ટરે લખ્યું કે, ‘તમારા બધા માટે એક સુંદર બોન્ડની વાર્તા લઈને આવી રહ્યો છું, જે તમને તમારા પ્રિયજનોની યાદ અપાવશે.’ અક્ષયની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર તેના ફેન્સનું એક્સાટમેન્ટ વધારી દીધું છે.
આ સિવાય એક્ટરે પોતાના ફેન્સને માહિતી આપતા એમ પણ લખ્યું કે, ‘તેમની ફિલ્મ ‘રક્ષાબંધન’ 11 ઓગસ્ટ, 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ત્યારપછી એક્ટરના ફેન્સે સોશિયલ મીડિયા પર લાઇક્સ, કમેન્ટ્સ અને શેર્સની લાઇન લગાવી છે. ઇન્ટરનેટ પર એવી પણ ચર્ચા છે કે આ અભિનેતાની ફિલ્મ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સાથે ક્લેસ થશે. આમિર ખાનની ફિલ્મ પણ 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થવાની છે.
અક્ષય કુમાર દ્વારા શેર કરવામાં આવેલ આ શોર્ટ પ્રોમો વીડિયોએ લાખો દિલોની ધડકનને વધારી દીધી છે. એક્ટર અત્યારે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને અપેક્ષા મુજબ નિષ્ફળ સાબિત થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી નથી.
આ વર્ષે 11 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર પણ છે. આ દિવસે અક્ષયની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ માટે પસંદ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે રક્ષાબંધન જેવા પવિત્ર અવસર પર રિલીઝ થવાનો અક્ષયની ફિલ્મને થોડો ફાયદો મળે છે કે પછી આમિર ખાનની ફિલ્મ સામે તેની હાર થશે?
View this post on Instagram
આગળના દિવસે જ અક્ષય કુમારે તેની નવી ફિલ્મ સોરારઈ પોત્રુની હિન્દી રિમેકનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સાઉથ એક્ટર સૂર્યા પણ આ ફિલ્મમાં કેમિયો કરવાનો છે. એવું સ્પષ્ટપણે જોવા મળે છે કે વર્કફ્રન્ટ પર અક્ષય કુમારના ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે જેના પર તે કામ કરી રહ્યો છે.