Bollywood News: અક્ષય કુમારની ‘Sooryavanshi’ આ દિવસે થશે રિલીઝ, શું તોડશે કમાણીના તમામ રેકોર્ડ ?

Sooryavanshi Release Date : કેટરીના કૈફ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે, રણવીર સિંહ અને અજય દેવગન મહેમાન ભૂમિકામાં જોવા મળશે.

Bollywood News: અક્ષય કુમારની 'Sooryavanshi' આ દિવસે થશે રિલીઝ, શું તોડશે કમાણીના તમામ રેકોર્ડ ?
Akshay kumar sooryavanshi to release on post Diwali day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 9:51 AM

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ સૂર્યવંશીની (Sooryavanshi) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે. હવે, 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ખોલવાના સમાચાર આવ્યા છે ત્યારે મનોરંજન ઉદ્યોગમાં ખુશીની લહેર છે. નિર્માતાઓ તેમની ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી રહ્યા છે. દિવાળીના અવસર પર અક્ષય કુમાર પોતાના ચાહકોને ભેટ આપવા જઈ રહ્યો છે.

અક્ષયે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે પોલીસ દિવાળીના અવસર પર આવી રહી છે પરંતુ તેણે તારીખ જાહેર કરી નથી. હવે ચાહકો જાણવા માંગે છે કે સૂર્યવંશી દિવાળીના દિવસે રિલીઝ થશે કે પછીના દિવસે. એક અહેવાલ મુજબ અક્ષય કુમારની સૂર્યવંશી દિવાળીના બીજા દિવસે 5 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે હજુ સુધી તારીખની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જો ફિલ્મ દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવે છે તો તેનું બોક્સ ઓફિસ પ્રદર્શન સારુ નથી રહેતું કારણ કે દિવાળીના દિવસે લોકો પુજા પાઠ અને અન્ય પ્રવૃત્તિઓમાં વધારે વ્યસ્ત હોય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

દિવાળીના બીજા દિવસે રજા હોય છે, જેના કારણે ફિલ્મ કલેક્શનનો રેકોર્ડ બનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હેપ્પી ન્યૂ યર, પ્રેમ રત્ન ધન પાયો અને ગોલમાલ અગેન દિવાળીના બીજા દિવસે રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે સૂર્યવંશીના નિર્માતાઓનો નિર્ણય એકદમ સાચો છે. ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યા બાદ પણ ફિલ્મ અંગે ઉત્તેજના યથાવત રહે છે. કોરોના હોવા છતાં પણ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુંદર કમાણી કરવામાં સફળ સાબિત થશે.

તમને જણાવી દઈએ કે સૂર્યવંશી અગાઉ 24 માર્ચ 2020 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. તે પછી, આ ફિલ્મને વર્ષ 2021 ની શરૂઆતમાં  રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને ફરી એકવાર મુલતવી રાખવી પડી.

કેટરીના કૈફ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે, રણવીર સિંહ અને અજય દેવગન મહેમાન ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો –

ભારત સામે UK ઝૂકવાથી લઈને પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાના આયોજન સુધી: એક જ ક્લિકમાં વાંચો આ મોટા સમાચાર

આ પણ વાંચો –

કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?

આ પણ વાંચો –

Air Force Day Parade: રાફેલ, મિગ અને મિરાજ કરશે આકાશમાં ગર્જના, 1971ની જીતનાં રંગમાં રંગાશે આકાશ, દેશનું માથુ ગર્વથી થશે ઉંચુ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">