કાશ્મીરમાં અક્ષય કુમાર: સૈનિકો સાથે કર્યો ડાંસ, અને શાળામાં આપ્યું આટલું દાન, જુઓ તસ્વીરો

અક્ષય કુમાર ફરી એકવાર કાશ્મીરમાં ભારતીય જવાનો સાથે જોવા મળ્યા હતા. તેમણે અહિયાં નીરુ ગામની શાળા માટે દાન પણ આપ્યું. અને દેશના જવાનો સાથે ભાંગડા પણ કર્યા.

કાશ્મીરમાં અક્ષય કુમાર: સૈનિકો સાથે કર્યો ડાંસ, અને શાળામાં આપ્યું આટલું દાન, જુઓ તસ્વીરો
અક્ષય કુમાર

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં કાશ્મીરમાં જોવા મળ્યા. અક્ષય અવાર નવાર ભારતીય જવાનોને મળવા જતા હોય છે. તે જ રીતે ગુરુવારે અક્ષય કુમાર ભારતીય સૈન્યના સૈનિકોને મળ્યા હતા અને તેમની સાથે ભાંગડા પણ કર્યા હતા. આ દરમિયાન અક્ષયે કાશ્મીરના બાંદીપુરા જિલ્લાના નીરુ ગામમાં એક શાળાના નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું છે. ઓનલાઇન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે બપોરે અક્ષય કુમારે ગુરેઝ સેક્ટરમાં કંટ્રોલ લાઇન નજીક આવેલા નીરુ ગામની મુલાકાત લીધી હતી.

ગામની મુલાકાત બાદ અક્ષય કુમારે શાળા માટે એક કરોડ રૂપિયા દાન આપવાનું નક્કી કર્યું. આ દરમિયાન અક્ષય કુમાર આ જ ગામમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ભારતીય સેનાના અન્ય જવાનોને મળ્યા. નજીકમાં બીએસએફની યુનિટ પોસ્ટ છે, જ્યાં અક્ષય કુમારે ભારતીય સૈનિકો અને સ્થાનિક લોકો સાથે જોરદાર ડાન્સ કર્યો.

બીએસએફએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટતી કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં અક્ષય કુમાર અને બીએસએફ ડીજી રાકેશ અસ્થાનાની પણ જોવા મળે છે. આ તસવીરોમાં રાકેશ અસ્થાના અને અક્ષય કુમાર દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. ફોટાઓ શેર કરતા બીએસએફએ કેપ્શનમાં લખ્યું છે – બીએસએફના ડીજી રાકેશ અસ્થાનાએ એક સમારોહ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સરહદ રક્ષકોને પુષ્પાંજલિ અર્પી હતી. અભિનેતા અક્ષય કુમાર પણ ડીજી બીએસએફ સાથે હતા અને શહીદ થયેલા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી.

સા સાથે જ બીએસએફ કાશ્મીરના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં અક્ષય કુમાર સાથે બીએસએફ જવાનોને જોઈ શકાય છે. તેમણે અક્ષય કુમારનું ફૂલોથી ઉષ્માભેર સ્વગત કર્યું હતું. આ વીડિયોને શેર કરતાં બીએસએફ કાશ્મીરે લખ્યું – દેશ આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે અને અક્ષય કુમાર ફરી એકવાર સરહદની સુરક્ષા કરી રહેલા દેશના બહાદુર સૈનિકોને મળવા પહોંચ્યા.

અક્ષય કુમારને ફરી એકવાર ભારતીય સૈનિકો સાથે જોઇને તેના ચાહકો ખૂબ જ ખુશ Akshay Kumar reached Kashmir, gave Rs 1 crore for Bandipora school, did Bhangra with soldiersજોવા મળી રહ્યા છે. તેના ચાહકો પણ નીરુ ગામની શાળાના નિર્માણ માટે અક્ષયે આપેલી દાનની પ્રશંસા કરી રહ્યા છે. અક્ષય કુમારે પણ આ ક્ષણોને પોતાના ટ્વીટર પર પણ પોસ્ટ કરી છે. જેમાં ફેન્સ ખુબ ઉત્સાહીત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: આ અઠવાડીએ OTT પ્લેટફોર્મ પર તમારું મનોરંજન થશે જોરદાર, આવી રહી છે 5 ફિલ્મો અને વેબ સિરીઝ

આ પણ વાંચો: OMG: કોરોના નિયમોના ઉલ્લંઘન પર બિહારના આ વ્યક્તિને 3 વર્ષની જેલ! જાણો ક્યાં મળી આ સજા