65 લોકોને બચાવનાર જસવંત સિંહ કોણ હતા? બાયોપિકમાં અક્ષય કુમાર નિભાવી રહ્યો છે આ ‘રિયલ હીરો’નો રોલ

|

Nov 16, 2022 | 7:01 PM

એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) ફરી એકવાર રિયલ લાઈફ હીરોનો રોલ પ્લે કરતો જોવા મળશે. અક્ષય કુમાર કોલ માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવશે. જસવંત ગીલે પોતાનો જીવ જોખમમાં મૂકીને 65 લોકોને બચાવ્યા હતા.

65 લોકોને બચાવનાર જસવંત સિંહ કોણ હતા? બાયોપિકમાં અક્ષય કુમાર નિભાવી રહ્યો છે આ રિયલ હીરોનો રોલ
Akshay Kumar-Jaswant singh gill

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર ફરી એકવાર એક રીયલ હીરોના પાત્રમાં જોવા મળવાનો છે. અક્ષય સ્ક્રીન પર ઘણી રિયલ ‘હીરો’ બાયોપિક્સમાં દેખાયો છે. તેણે કેસરી, એરલિફ્ટ અને રુસ્તમ જેવી શાનદાર ફિલ્મો કરી છે. હવે ટૂંક સમયમાં અક્ષય કુમાર કોલ માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલનો રોલ પ્લે કરશે. આ ફિલ્મમાં અક્ષય ફરીથી સરદારના લુકમાં જોવા મળશે. હાલમાં જ અક્ષયના સરદાર લુકનું પોસ્ટર પણ રિલીઝ થયું હતું, જેમાં અક્ષયનું વજન થોડું વધી ગયું છે. જાડી દાઢી-મૂછો સાથે પાઘડી પહેરીને અક્ષય કુમાર સરદાર જેવો દેખાય છે.

શું છે જસવંત સિંહ ગિલની સ્ટોરી?

તમને જણાવી દઈએ કે વર્ષ 1989માં જસવંત સિંહ ગિલે કોલસાની ખાણમાં ફસાયેલા 65 માઈનર્સને બચાવ્યા હતા. આ ભારતનું પહેલું કોલ માઈન રેસ્ક્યૂ હતું. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ જસવંત સિંહ ગિલને યાદ કરીને ટ્વિટ કર્યું છે કે “સ્વર્ગીય વીર જસવંત સિંહ ગિલને સલામ, જેમણે 1989માં કોલસાની ખાણમાંથી 65 કામદારોને બચાવ્યા. અમને અમારા કોલ વોરિયર્સ પર ગર્વ છે જે દરરોજ ભારતની મુશ્કેલીઓ સામે લડે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ટ્વીટનો જવાબ આપતા અક્ષય કુમારે પણ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે આવી સ્ટોરી બીજી કોઈ ન હોઈ શકે. જેકી ભગનાનીએ પણ આ વિશે ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે આ મારું સૌભાગ્ય છે કે મને સરદાર ગીલની વાર્તા લોકો સુધી પહોંચાડવાનો મોકો મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન ટિન્નુ સુરેશ દેસાઈ કરી રહ્યા છે, જેઓ આ પહેલા અક્ષય કુમાર સાથે રુસ્તમ બનાવી ચૂક્યા છે.

કોણ હતા જસવંત સિંહ ગિલ?

જસવંત સિંહ ગિલનો જન્મ 22 નવેમ્બર, 1939ના રોજ અમૃતસરના સથિયાલામાં થયો હતો. તેમને ખાલસા સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ખાલસા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. 16 નવેમ્બર, 1989ના રોજ બંગાળના ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડની મહાબીર કોલિયરીમાં ખાણમાં થયેલા વિસ્ફોટ દરમિયાન કોલસાની ખાણમાં પાણી પ્રવેશવાનું શરૂ થયું અને લોકો ડૂબવા લાગ્યા. આ મુશ્કેલ સમયમાં જસવંત ગિલે પોતાના જીવની પરવા કર્યા વિના 65 લોકોને બચાવ્યા હતા. 26 નવેમ્બર, 2019ના રોજ જસવંત સિંહ ગિલનું અવસાન થયું. જસવંત સિંહ ગિલને તેમની વીરતા માટે તત્કાલિન રાષ્ટ્રપતિ રામાસ્વામી વેંકટરમન દ્વારા સર્વોત્તમ જીવન રક્ષા પદકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Next Article