AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હસવાની ગેરંટી! 22 વર્ષ ‘જૂનો ક્રેઝ’ પાછો આવ્યો, અક્ષય અને પ્રિયદર્શનની 9મી ફિલ્મનું નામ સાંભળ્યું કે નહીં?

બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્ગજ ડાયરેક્ટર પ્રિયદર્શનની સુપરહિટ જોડી ફરી એકવાર મોટા પડદે ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ લોકપ્રિય જોડીની આગામી ફિલ્મની જાહેરાત થતાં જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં અક્ષય કુમાર એક તદ્દન નવા અને મનોરંજક અવતારમાં જોવા મળશે.

હસવાની ગેરંટી! 22 વર્ષ 'જૂનો ક્રેઝ' પાછો આવ્યો, અક્ષય અને પ્રિયદર્શનની 9મી ફિલ્મનું નામ સાંભળ્યું કે નહીં?
| Updated on: Jul 04, 2026 | 6:39 PM
Share

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) ફિલ્મ ‘Welcome To The Jungle’ થી ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ ‘Welcome To The Jungle’ને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

ફિલ્મ ‘Welcome To The Jungle’ અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. આ દરમિયાન અક્ષય કુમાર અને પ્રિયદર્શનની (Priyadarshan) ફિલ્મને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. વાત એમ છે કે, ફિલ્મના નામ પરથી પડદો હટી ગયો છે.

અક્ષય કુમારની ફિલ્મના ટાઈટલ પરથી હટ્યો ‘પડદો’

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ બોલિવૂડને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં જ્યારે બંને ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે, ત્યારે ફેન્સની એક્સાઈટમેન્ટ વધવી નક્કી છે. હવે આ નવા પ્રોજેક્ટને લઈને એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે.

બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ, આ ફિલ્મનું નામ ‘વિકેડ સની’ (Wicked Sunny) રાખવામાં આવ્યું છે. મેકર્સને લાગે છે કે, આ નામ ફિલ્મના મિજાજ અને અક્ષય કુમારના પાત્ર બંને પર એકદમ ફિટ બેસે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, ‘મુજસે શાદી કરોગી’ (2004) માં અક્ષય કુમારની એન્ટ્રી વખતે જે થીમ મ્યુઝિક વાગતું હતું, તેનું નામ પણ ‘વિકેડ સની’ હતું. ફિલ્મને રિલીઝ થયાને 22 વર્ષ થઈ ગયા છે પરંતુ તે થીમ આજે પણ લોકોમાં એટલી જ ફેમસ છે.

Role કંઈક હટકે હશે

અહેવાલમાં આગળ જણાવાયું છે કે, ‘વિકેડ સની’માં અક્ષય કુમારનો કોમિક અંદાજ પહેલા કરતાં બિલકુલ અલગ હશે. ‘Bhooth Bangla’ અને ‘Welcome To The Jungle’ જેવી ફિલ્મોમાં તેમણે જે રોલ કર્યા છે, તેનાથી આ પાત્ર ઘણું અલગ છે. આ ફિલ્મમાં અક્ષયનો ફુલ-ઓન મસ્તીભર્યો અવતાર જોવા મળશે. એટલું જ નહીં, ફિલ્મનું ટાઈટલ પણ તેને લઈને લોકોની એક્સાઈટમેન્ટ વધુ વધારી દેશે.

અક્ષય-પ્રિયદર્શનની જોડી 9મી વખત મચાવશે ‘ધૂમ’

‘વિકેડ સની’ સાથે પ્રિયદર્શન અને અક્ષય કુમાર નવમી વખત સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બંને ‘હેરા ફેરી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમ ભાગ’, ‘ભૂલ ભુલૈયા’, ‘દે દના દન’, ‘ખટ્ટા મીઠા’, ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળી ચૂક્યા છે. આમાંથી ‘હૈવાન’ 11 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સ્વતંત્રતા દિવસ પર સૌથી ‘મોટો ક્લેશ’… દેશભક્તિનો રંગ કે મહોબ્બતનું દર્દ ? આ 15 ઓગસ્ટે તમે કોને પસંદ કરશો?

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">