AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission Raniganj Box Office Collection: અક્ષય કુમારના મિશન રાણીગંજનો જાદુ ન ચાલ્યો, ભૂમિ પેડનેકરની ફિલ્મ પણ ખરાબ હાલતમાં

અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ (Mission Raniganj)બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી રહી. ફિલ્મની કમાણી એકદમ ધીમી છે. તે સિવાય ભૂમિ પેડનેકર અને શહનાઝ ગીલની ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગ પણ સારી ચાલી રહી નથી.

Mission Raniganj Box Office Collection: અક્ષય કુમારના મિશન રાણીગંજનો જાદુ ન ચાલ્યો, ભૂમિ પેડનેકરની ફિલ્મ પણ ખરાબ હાલતમાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 10:23 AM
Share

થોડા મહિના પહેલા રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મ OMG 2એ સારી કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 150 કરોડથી વધુની કમાણી કરી હતી. OMG 2 બાદ અક્ષય હવે મિશન રાનીગંજ (Mission Raniganj)નામની ફિલ્મને લઈ આવ્યા છે પરંતુ હવે તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવવામાં અસફળ સાબિત થઈ રહી છે. કાંઈક આવો જ હાલ ભૂમિ પેડનેકરની ફિલ્મ થેન્ક્યું ફોર કમિંગનો પણ છે.

રિલીઝના પહેલા દિવસથી અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ 2.8 કરોડની કમાણી કરી હતી.પહેલા દિવસના મુકાબલે ત્રીજા દિવસની કમાણીમાં થોડો વધારો જરુર થયો છે પરંતુ કલેક્શન હજુ પણ ખુબ ઓછું છે, રિપોર્ટની વાત માનીએ તો ત્રીજા દિવસે મિશન રાનીગંજ અંદાજે 4.85 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો : Mission Raniganj Review : અક્ષય કુમારે કોલસાની ખાણમાં ફસાયેલા 65 મજૂરોના જીવ બચાવ્યા, મિશન રાણીગંજ છે વાસ્તવિક જીવનના હીરો જસવંત સિંહની સ્ટોરી

ત્રણ દિવસમાં મિશન રાનીગંજે કેટલી કમાણી કરી ?

OMG 2 શરુઆતના ત્રણ દિવસમાં 43 કરોડ રુપિયાની કમાણી કરી હતી પરંતુ મિશન રાનીગંજ હજુ ખુબ પાછળ ચાલી રહી છે. મિશન રાનીગંજે ત્રણ દિવસમાં 12.15 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ સિવાય ભૂમિ પેડનેકરની ફિલ્મ થેન્કયું ફોર કમિંગ ધીમી કમાણી કરી રહી છે.

થેન્ક યુ ફોર કમિંગની કમાણી

ભૂમિ પેડનેકર ઉપરાંત શહેનાઝ ગિલ, શિબાની બેદી અને કુશા કપિલા પણ થેન્ક યુ ફોર કમિંગમાં જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે અંદાજે 1.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પહેલા શનિવારે ફિલ્મે 1.56 કરોડ રૂપિયા અને શુક્રવારે 1.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એટલે કે ત્રણ દિવસમાં થેન્ક યુ ફોર કમિંગ માત્ર 4.22 કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહી છે.

બંન્ને ફિલ્મ થિયેટરમાં એક જ દિવસે રિલીઝ થઈ હતી. હાલમાં ફિલ્મો ખુબ ધીમી કમાણી કરી રહી છે. થેન્ક્યુ ફોર કમિંગની સ્ટાર કાસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મોનું પ્રોમોશન કરી રહી હતી. તેમ છતા ફિલ્મ ધીમી કમાણી કરી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">