અક્ષય કુમારની ‘રામ સેતુ’એ પહેલા જ દિવસે તોડ્યો રેકોર્ડ, આ વર્ષે રિલીઝ થયેલી ‘બચ્ચન પાંડે’ને આપી માત

અક્ષય કુમાર (Akshay Kumar) અને અજય દેવગને દિવાળીના અવસર પર પોતાના ફેન્સને ધમાકેદાર ફિલ્મો દ્વારા તેમના ટ્રીટ આપી છે. રિલીઝના પહેલા જ દિવસે રામ સેતુએ થેંક ગોડને રેસમાં પાછળ છોડી છે.

અક્ષય કુમારની 'રામ સેતુ'એ પહેલા જ દિવસે તોડ્યો રેકોર્ડ, આ વર્ષે રિલીઝ થયેલી 'બચ્ચન પાંડે'ને આપી માત
Ram setu Opening Collection
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 9:45 PM

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘રામ સેતુ’એ (Ram Setu) રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. 25 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી પર થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ અત્યારે ચારેતરફ ધૂમ મચાવી રહી છે. થિયેટરોમાં રિલીઝ થયેલી અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેંક ગોડ’ એ પણ પહેલા દિવસે સારી કમાણી કરી છે. બંને ફિલ્મોમાં બોલિવૂડના મોટા ચહેરાઓ જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ મુજબ રામ સેતુએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર થેંક ગોડને માત આપી દીધી છે. એટલું જ નહીં અક્ષય કુમારની આ ફિલ્મે આ વર્ષે રિલીઝ થયેલી તેની બંને ફિલ્મોને પાછળ છોડી દીધી છે. તો ચાલો જાણીએ કે બંને ફિલ્મોની ઓપનિંગ કેવી રહી?

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
View this post on Instagram

A post shared by Taran Adarsh (@taranadarsh)

અજય દેવગનની ફિલ્મ થેંક ગોડે કરી આટલી કમાણી

તમને જણાવી દઈએ કે ઈન્દ્ર સુમારના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ થેંક ગોડ પણ રિલીઝ પહેલા જ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. ફિલ્મના ટ્રેલરને લઈને ઘણો હોબાળો થયો હતો. પહેલા દિવસની કમાણીના આંકડાઓ મુજબ 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન એવરેજ રહ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ ફિલ્મે પહેલા દિવસે 8.10 કરોડનો બિઝનેસ કર્યો છે. જોરદાર સ્ટારકાસ્ટને કારણે નિર્માતાઓને આશા હતી કે આ ફિલ્મ પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ધૂમ મચાવશે.

અક્ષય કુમારની ફિલ્મે કેટલી કરી કમાણી

અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુની વાત કરીએ તો આ ફિલ્મ સ્ક્રીન પર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. 150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે જ શાનદાર કમાણી કરી છે. રિપોર્ટ મુજબ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફેસ્ટિવ સિઝનમાં રામ સેતુની આ આવક વધુ સારી છે. આ સાથે જ વીકેન્ડ પર આ ફિલ્મથી કમાણી થવાની આશા પણ વધી ગઈ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર ફિલ્મ રામ સેતુની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ વર્ષે રિલીઝ થયેલી બે ફિલ્મોને છોડી પાછળ

એવું પણ માનવામાં આવે છે કે અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ અક્ષયની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મ સાબિત થવાની છે. ફેન્સ પણ આ ફિલ્મને અક્ષયની બેસ્ટ ફિલ્મોમાંની એક ગણાવી રહ્યા છે. આ ફિલ્મે આ વર્ષે રિલીઝ થયેલી તેની બે ફિલ્મો બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજને પણ પાછળ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે બચ્ચન પાંડેનું બોક્સ ઓફિસ કલેક્શન 13 કરોડ અને સમ્રાટ પૃથ્વીરાજે રિલીઝના પહેલા દિવસે 10 કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ, આ ફિલ્મે 15 કરોડના આંકડાને પાર કરીને બધાને માત આપી દીધી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">