આ બદલાવું જોઈએ, અમે ઘણું સહન કરીએ છીએ- પીએમના ફિલ્મવાળા નિવેદન પર અક્ષય કુમારે વ્યક્ત કર્યું દર્દ

Akshay Kumar On PM Modi: ફિલ્મ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનું સ્વાગત કર્યું છે, જેમાં પીએમએ નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી હતી.

આ બદલાવું જોઈએ, અમે ઘણું સહન કરીએ છીએ- પીએમના ફિલ્મવાળા નિવેદન પર અક્ષય કુમારે વ્યક્ત કર્યું દર્દ
Akshay Kumar - PM Narendra ModiImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 8:03 PM

Akshay Kumar On PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ પાર્ટીના નેતાઓને ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી હતી. તેમના નિવેદનનું બોલિવૂડ તરફથી સ્વાગત કરવામાં આવ્યુ છે. પીએમ મોદીના આ નિવેદન પર હવે એક્ટર અક્ષય કુમારનું રિએક્શન સામે આવ્યું છે. રવિવારે ફિલ્મ સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન તેમને ફિલ્મ વિશે પીએમના નિવેદન પર વાત કરી હતી. તેને કહ્યું કે હવે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી વધુ આઝાદી સાથે શ્વાસ લઈ શકશે. અક્ષયે પીએમ મોદીના નિવેદનનું સ્વાગત કર્યું.

અક્ષય કુમારે એક સવાલના જવાબમાં કહ્યું, “હવે વધુ સ્વતંત્ર બનીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી શ્વાસ લઈ શકે છે. પોઝિટિવીટીનું હંમેશા સ્વાગત છે અને ખાસ કરીને જ્યારે આપણા પ્રધાનમંત્રી કંઈક કહી રહ્યા છે, કારણ કે મને લાગે છે કે તેઓ ભારતના સૌથી મોટા પ્રભાવશાળી વ્યક્તિ છે. તે કંઈક કહી રહ્યા છે અને જો પરિસ્થિતિ બદલાય છે તો તે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ સારું હશે. કેમ નહિ? આ બદલાવું જોઈએ. વસ્તુઓ બદલવી જોઈએ કારણ કે અમે ઘણું સહન કરીએ છીએ.”

‘અમે સેન્સર દ્વારા પાસે કરાવીએ છીએ અને પછી..’

અક્ષય કુમારે કહ્યું, “અમે ફિલ્મો બનાવીએ છીએ. સેન્સર બોર્ડમાં લઈ જવાય છે. ત્યાંથી પાસ કરાવી પડે છે. બધું કર્યા પછી…પછી કોઈ કંઈકને કંઈક કહે છે…પછી…ગડબડ થાય છે. તમને જણાવી દઈએ કે હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન સામે જોરદાર બોયકોટ અભિયાન ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ ફિલ્મના પોસ્ટર પણ સળગાવવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો : કાર્તિક આર્યને કર્યો ખુલાસો, ફિલ્મોની સફળતાને લઈને સલમાન ખાને તેને આપી હતી આ ખાસ સલાહ

ઘણી ફિલ્મો થઈ છે બોયકોટ

કોરોના કાળ પછી સતત ઘણી ફિલ્મો સામે બોયકોટનો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો છે. આમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પણ સામેલ હતી. આ સિવાય આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મલ્ટી સ્ટારર બ્રહ્માસ્ત્ર જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે પઠાનની રિલીઝ પહેલા પણ આવું જ થઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ એક નિવેદન આપ્યું હતું, જેના પછી આશા છે કે ફિલ્મના વિરોધના ટ્રેન્ડમાં થોડો ઘટાડો થશે.

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">