Drishyam 2 Release Date: આ દિવસે રિલીઝ થશે દૃશ્યમ 2, અભિનેત્રી તબ્બુએ જાણકારી આપી

|

Jun 21, 2022 | 6:02 PM

અજય દેવગનની ફિલ્મ દ્દશ્યમ (Drishyam)ની સીક્વલ રિલીઝ થનારી છે, જેની જાણકારી અભિનેત્રીએ તબ્બુએ તેના ઈન્સ્ટ્રાગ્રામ પર આપી છે.

Drishyam 2 Release Date: આ દિવસે રિલીઝ થશે દૃશ્યમ 2, અભિનેત્રી તબ્બુએ જાણકારી આપી
Ajay Devgn Tabu starrer movie Drishyam 2 to release November 18
Image Credit source: INSTAGRAM

Follow us on

Drishyam 2 Release Date : બૉલિવુડ અભિનેતા અજય દેવગન(Ajay Devgan) ની આગામી ફિલ્મ ખુબ ચર્ચામાં છે, તેની ફિલ્મ દ્દશ્યમ 2 આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, અભિનેત્રી તબ્બુ(Tabu)એ તેના ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ શેર કરી ફિલ્મની રિલીઝ તારીખ ચાહકો સાથે શેર કરી હતી. દ્દશ્યમની સિક્વલમાં અજય દેવગન ફરી એક વખત તેના ફેન્સને મનોરંજન આપવા આવી રહ્યો છે, આ ફિલ્મની રિલીઝને લઈ અજયદેવગનના ચાહકો ખુબ ઉત્સાહિત છે.

હાલમાં અજય દેવગનની ફિલ્મ રિલીઝ થયેલી રનવેના પ્રમોશન દરમિયાન અભિનેતાએ દ્દશ્યમ 2ની હિંટ આપી હતી. અભિનેત્રી તબ્બુએ તેમના ઓફિશયલ ઈન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરી જાણકારી આપી છે. તબ્બુએ તેના પોસ્ટમાં જણાવ્યું કે, અજય અને તેની આવનારી ફિલ્મ દ્દશ્યમ 2ને લઈ ફેન્સની રાહ પૂર્ણ થવાની છે. રિલીઝ તારીખની જાહેરાત કરતા અભિનેતાએ લખ્યું કે, હવે આ ફિલ્મ નવેમ્બરના રોજ રિલીઝ થનારી છે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ક્યારે રિલીઝ થશે દ્દશ્યમ 2 ?


તમને જણાવી દઈએ કે, અજય દેવગનની ફિલ્મ આ વર્ષ 18 નવેમ્બરના રોજ સિનેમાધરોમાં રિલીઝ થવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, દ્દશ્યમ સાઉથ ફિલ્મનું હિંદી રિમેક છે, આ પહેલા બનેલી ફિલ્મ દ્દશ્યમમાં પણ અજય દેવગન જોવા મળ્યો હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડનું ક્લેક્શન કરવામાં સફળ રહી હતી.

અજય દેવગને શૂંટિગના શરુઆતમાં જાણકારી આપી

આ પહેલા બનેલી ફિલ્મ દ્દશ્યમની સફળતા જોતા અભિનેતાએ આ સિક્વલ બનાવવામાં નિર્ણય લીધો છે, અજયે સીક્વલનું શૂટિંગ દરમિયાન જાહેરાત કરતા ટ્વિટ કરી લખ્યું કે, શું ફરી એક વખત વિજય તેની ફેમેલીને પ્રોટેક્ટ કરી શકશે , દ્દશ્યમ 2નું શુંટિગ શરુ.

શું હશે ફિલ્મની સ્ટોરી

તમને જણાવી દઈએ કે, દ્દશ્યમ 2માં અજય દેવગનની સાથે અભિનેત્રી તબ્બુ લીડ રોલમાં જોવા મળી હતી. અંદાજે 7 વર્ષની લાંબી રાહ જોયા બાદ અજય દેવગને દ્દશ્યમની સિક્વલ પર કામ કરવાનું શરુ કરી દિધું છે. તે જ સમયે, ગત વખતની જેમ આ વખતે પણ તબ્બુ ફિલ્મનો મહત્વનો ભાગ છે. સાઉથની આ ક્રાઈમ થ્રિલરને દેશભરના દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું આ વખતે પણ અજય ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરે છે કે કેમ?

Published On - 3:08 pm, Tue, 21 June 22

Next Article