અજય દેવગને Singham Again ની કરી જાહેરાત, રોહિતે કોમેન્ટમાં કર્યો એક મોટો ખુલાસો !

Ajay Devgan Singham Again: અજય દેવગને સિંઘમ 3ના (Singham Again) ત્રીજા ભાગ સિંઘમ અગેનની જાહેરાત કરી છે. એક્ટરે એક પોસ્ટ શેયર કરતા આ વિશે જણાવ્યું છે. રોહિત શેટ્ટીએ આ પોસ્ટના કોમેન્ટ સેકશનમાં એક મોટો ખુલાસો કર્યો છે.

અજય દેવગને Singham Again ની કરી જાહેરાત, રોહિતે કોમેન્ટમાં કર્યો એક મોટો ખુલાસો !
Ajay Devgan - Rohit ShettyImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 5:12 PM

Ajay Devgan Announced Singham Again: જ્યાં એક તરફ રોહિત શેટ્ટીને બોલિવૂડના બેસ્ટ ડાયરેક્ટરમાંના એક માનવામાં આવે છે, તો બીજી તરફ અજય દેવગન પણ એક શાનદાર એક્ટર છે. જ્યારે જ્યારે આ બંનેની જોડી કોઈ પણ ફિલ્મ માટે સાથે આવી છે ત્યારે તે ફિલ્મે પડદા પર ધૂમ મચાવી છે. લોકો લાંબા સમયથી આ બંનેની ફિલ્મ સિંઘમ 3 ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે અજય દેવગને સિંઘમના ત્રીજા પાર્ટની જાહેરાત કરી છે. અજય દેવગને સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરીને સિંઘમ 3 ની જાહેરાત કરી છે. સિંઘમ 3ના ત્રીજા પાર્ટનું નામ ‘સિંઘમ અગેન’ હશે. અજય દેવગને જણાવ્યું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાયર છે.

સાથે જોવા મળ્યા અજય દેવગન અને રોહિત શેટ્ટી

અજય દેવગને સિંઘમ અગેનનું એનાઉન્સમેન્ટ કરતી એક તસવીર શેયર કરી છે. આ ફોટોમાં અજય દેવગનની સાથે સાથે સિંઘમ ફ્રેન્ચાઈઝીના ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ જોવા મળે છે. અજય દેવગને આ પોસ્ટ દ્વારા જાણકારી આપી છે કે તેને ફિલ્મની સ્ટોરી સંભળાવવામાં આવી છે, જે ફાયર છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અજય દેવગને આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “નવા વર્ષની સારી શરૂઆત રોહિત શેટ્ટીની સિંઘમ અગેનના નૈરેશન સાથે કરી. જે સ્ક્રિપ્ટ મેં સાંભળી તે ફાયર છે. ભગવાને ઈચ્છે તો, આ અમારી 11મી બ્લોકબસ્ટર હશે.

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

તમને જણાવી દઈએ કે સિંઘમનો પહેલો પાર્ટ વર્ષ 2011માં આવ્યો હતો, જેમાં અજય દેવગનની અપોઝિટ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ જોવા મળી હતી. જ્યારે બીજો પાર્ટ એટલે કે સિંઘર રિટર્ન્સ વર્ષ 2014માં રિલીઝ થયો હતો. બીજા ભાગમાં અજય સાથે બોલિવૂડની બેબો કરીના કપૂર જોવા મળી હતી. આ બંને પાર્ટે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી અને બ્લોકબસ્ટર રહી હતી.

આ વખતે અંદર પણ આગ છે – રોહિત શેટ્ટી

સિંઘમ અગેન માટે રોહિત શેટ્ટી પણ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યો છે. અજય દેવગનની આ પોસ્ટ રોહિતે કોમેન્ટ કરીને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. તેણે લખ્યું, “અત્યાર સુધી અમે ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે, આ વખતે અંદર આગ છે.”

Rohit Shetty Comment

સિંઘમ અગેનની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, “બિલકુલ, આ પહેલેથી જ બ્લોકબસ્ટર છે.” અન્ય એક યુઝરે લખ્યું, “લાગે છે કે ગાડી ફરી ઉડશે.” અન્ય એક યુઝરે લખ્યું, “હંમેશાની જેમ મારા ફેવરિટ એક્ટર-ડાયરેક્ટરની જોડી માટે એકસાઈટેડ.”

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">