Ind vs Aus Match Ajay Devgn Video : ટેસ્ટ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ ચાલી રહી છે. ટેસ્ટમાં વિશ્વની નંબર 1 ટીમને હરાવ્યા બાદ ભારતીય ટીમની નજર હવે વનડે સિરીઝ પર છે. આ સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. સાઉથ સિનેમાના મેગાસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન પણ પહોંચ્યા હતા અને ભારતીય ટીમને ચીયર કરી હતી.
આ પણ વાંચો : રાજકોટની હિરવાએ બોલિવુડમાં ડંકો વગાડ્યો , ફિલ્મ ભોલામાં અજય દેવગન સાથે લીડ રોલમાં જોવા મળશે
ક્રિકેટ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અજય દેવગન ગ્રાઉન્ડમાં ચાલતો અને ફેન્સને સંબોધતો જોવા મળી રહ્યો છે. અભિનેતાની ફિલ્મ ભોલા રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં અજય દેવગન વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. અભિનેતાને મેદાન પર જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. આખા પ્રેક્ષકો તેને એકસાથે ચીયર કરતા જોવા મળ્યા. તેને જોઈને દર્શકોથી ભરેલું આખું મેદાન સિંઘમ અને અજય દેવગન સરના નારા લગાવતું જોવા મળ્યું. આ સિવાય મેગાસ્ટાર રજનીકાંતની મેચની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
Thalaiva in the house
The President of Mumbai Cricket Association, Mr. @Amolkk1976 in conversation with the Superstar @rajinikanth during the #INDvAUS game at the Wankhede #MCA #Mumbai #Cricket #IndianCricket #Wankhede #BCCI pic.twitter.com/lvgmfL2gsp
— Mumbai Cricket Association (MCA) (@MumbaiCricAssoc) March 17, 2023
અજય દેવગનની ફિલ્મ ભોલા હાલમાં ચાહકોમાં ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ચાહકો અજય-તબ્બુની જોડીને ફરીથી મોટા પડદા પર જોવા માટે ઉત્સુક છે. ફિલ્મમાંથી અજયના લુકને લઈને પણ ચર્ચા છે. તે જ સમયે આ ફિલ્મમાં તબ્બુ ફરી એકવાર પોલીસ વર્દીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પણ અજય દેવગણે કર્યું છે. આ સિવાય ફિલ્મમાં ગજરાજ રાવ, સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલ પણ મહત્વની ભૂમિકામાં છે.
#BholaaAtIndVsAus@ajaydevgn @StarSportsIndia pic.twitter.com/BK8mCiNCVw
— ADFFilms (@ADFFilms) March 17, 2023
મેચની વાત કરીએ તો ભારતે શરૂઆતથી જ આમાં પોતાની પકડ જાળવી રાખી છે અને જીત તરફ આગળ વધી રહી છે. ભારતે શાનદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 200ની અંદર રોકી દીધું હતું અને લક્ષ્યનો પીછો કર્યા બાદ સમાચાર લખાય છે ત્યાં સુધી 5 વિકેટના નુકસાન પર 140 રન બનાવી લીધા હતા. આવી સ્થિતિમાં આ મેચમાં ભારતની જીત નિશ્ચિત જણાઈ રહી છે.