લાંબા સમય પછી એક સાથે હસતો જોવા મળ્યો બચ્ચન પરિવાર, ઐશ્વર્યા-અભિષેકે આપ્યા એક સાથે પોઝ, જુઓ વીડિયો
છેલ્લા કેટલાક દિવસોથી અમિતાભ બચ્ચનના પરિવાર સાથે ઐશ્વર્યા રાય બચ્ચનના અણબનાવના સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા અભિષેકથી અલગ થઈ રહી છે. ગઈ કાલે આર્ચીઝના પ્રીમિયર ઈવેન્ટમાં બચ્ચન પરિવાર એક સાથે આવ્યો અને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે.

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા અભિષેકથી અલગ થઈ રહી છે. બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા હતા અને ન તો ઐશ્વર્યા બચ્ચન પરિવારના કોઈ સભ્ય સાથે જોવા મળી હતી. બચ્ચન પરિવારની વહુએ પણ પોતાની દીકરી અને માતા સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી, મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી દરમિયાન પણ ઐશ્વર્યા એકલી પહોંચી હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચને તેમની પુત્રી શ્વેતાને પ્રતિક્ષા બંગલો પણ ગિફ્ટ કર્યો હતો, જે બાદ એવી અફવાઓ ચાલી રહી છે કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે ઘણો તણાવ ચાલી રહ્યો છે. પરંતુ ઐશ્વર્યા ન તો બચ્ચન પરિવારથી નારાજ છે કે ન તો તે અભિષેક બચ્ચનથી અલગ થઈ રહી છે.
એક સાથે જોવા મળ્યો આખો બચ્ચન પરિવાર
બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યાના અણબનાવના સમાચાર માત્ર અફવા છે. ઐશ્વર્યા તેના સાસરિયાઓ સાથે ખૂબ જ ખુશ છે. તે તાજેતરમાં જ જોવા મળ્યું. ગઈ કાલે ‘ધ આર્ચીઝ’નું સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી નંદા, શ્વેતા બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને પરિવારના અન્ય સભ્યો હાજર હતા. આ દરમિયાન પરિવારના મોટાભાગના સભ્યો બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં અમિતાભના ભાઈ અજિતાભ અને તેમની પુત્રી નયના બચ્ચન પણ હાજર હતા.
View this post on Instagram
View this post on Instagram
અગસ્ત્ય નંદાને ચીયર કરતી જોવા ઐશ્વર્યા
અણબનાવની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા અને અભિષેકે પણ સાથે પોઝ આપ્યો. આ દરમિયાન ઐશ્વર્યા ક્યારેક અગસ્ત્ય નંદાને ચીયર કરતી જોવા મળી હતી તો ક્યારેક તેને ગળે લગાવતી જોવા મળી હતી. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા અને અગસ્ત્ય નંદા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેની એક્ટિંગ જોઈને અભિષેક બચ્ચન પણ હસતો જોવા મળે છે. આ બધું જોઈને હવે ફેન્સને ખાતરી થઈ ગઈ હશે કે કપલ વચ્ચે કોઈ અણબનાવ નથી, બંને એકસાથે ખૂબ જ ખુશ છે.
આ પણ વાંચો: સલમાન ખાન સાથે સીએમ મમતા બેનર્જીએ કર્યો ડાન્સ, કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલની થઈ શરુઆત, જુઓ વીડિયો
