રેપર બાદશાહે છૂટાછેડાના 4 વર્ષ બાદ તોડ્યું મૌન કહ્યું કોઈ અફસોસ નથી, જાણો દીકરી વિશે શું કહ્યું
પંજાબી સિંગર અને રેપર બાદશાહે હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુમાં તેમના છૂટાછેડા અને તેમની દીકરી વિશે ખુલીને વાત કરી છે. તો ચાલો જાણીએ રેપર બાદશાહે તેમના છૂટાછેડા વિશે શું કહ્યું છે.
પંજાબનો મશહુર રેપર અને બોલિવુડનો સિંગર બાદશાહના ગીતો પર ચાહકો નાચવા મજબુર બની જાય છે. ડીજે વાલે બાબુ થી લઈને જુગનુ જેવા અનેક સુપરહિટ ગીતોથી ફેમસ થયો છે. ચાહકો તેની પર્સનલ લાઈફ અને લગ્નને લઈ ખુબ ઓછું જાણે છે. તમને જણાવી દઈએ કે, બાદશાહ એ તેમના છૂટાછેડા અને લગ્નને લઈ પહેલી વખત વાત કરી છે. તેમણે કહ્યું કે,ક્યાં કારણોસર તેમની પત્ની જેસ્મિનથી અલગ થયો છે. અને તેમની દીકરી સાથેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી છે.
બોલિવુડ રેપર બાદશાહે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. સિંગરે જેસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન બંન્ને એક દીકરીના માતા-પિતા પણ બન્યા હતા.પરંતુ વર્ષ 2020માં આ સંબંધ પર પૂર્ણ વિરામ મુકવામાં આવ્યું હતુ. અંદાજે 4 વર્ષ બાદ બાદશાહે પોતાના છૂટાછેડા અંગે ખુલીને વાત કરી છે.
View this post on Instagram
અમે સંબંધો બચાવવાનો સંપૂર્ણ પ્રયત્નો કર્યા
એક પૉડકાસ્ટમાં બાદશાહે પોતાની પર્સનલ લાઈફ પર ખુલીને વાત કરી છે. તેમણે પોતાના છૂટાછેડા પર વાત કરતા કહ્યું કે, અમે બંન્ને સંબંધો બચાવવાના સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા. પછી અમે બંન્ને અલગ થઈ ગયા જે અમારા બાળક માટે યોગ્ય હતુ. આ સાથે બાદશાહે પ્રેમ અને સંબંધો વિશે કહ્યું કે, પ્રેમ એક સુંદર ફીલિંગ હોય છે, જે મારા માટે પ્રેમનો મતલબ છે. તમે કોઈની સારસંભાળ રાખી રહ્યા હોય અને તે પણ કોઈ જજમેન્ટ વગર, કોઈની સારસંભાળ રાખવી અને પ્રેમ કરવો બંન્ને અલગ જ વસ્તુ છે.
બાદશાહની ચાહક નથી તેમની દીકરી
આ સાથે બાદશાહે પોતાના છૂટાછેડા વિશે વાત કરતા કહ્યું કે,પત્ની સાથે અલગ થવાનો પછતાવો નથી, તેમજ કોઈ અફસોસ પણ નથી કારણ કે, અમે બંન્ને તમામ પ્રયત્નો કર્યા કે અમારા સંબંધો સચવાય જાય. આ સાથે રેપરે પોતાની દીકરી વિશે વાત કરતા કહ્યું તેને મળવાનું ખુબ ઓછું થાય છે. કારણ કે, તે લંડનમાં રહે છે, તે કહે છે પપ્પા સારા છે પરંતુ હું તેની ચાહક નથી, બાદશાહે કહ્યું તે બ્લેક પિંકને સાંભળે છે જે એક કોરિયન મ્યુઝિશિયન છે.