Viral Video : કૃતિ સેનનની કમર પર હાથ મૂકતા અચકાયો પ્રભાસ, ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટનો વીડિયો થયો વાયરલ, જીત્યું ફેન્સનું દિલ

Prabhas-Kriti sanon Video: પ્રભાસ અને કૃતિ સેનનનો 'આદિપુરુષ'ના (Adipurush) ટ્રેલર લોન્ચ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટરની એક એક્શને ફેન્સના દિલ જીતી લીધા છે.

Viral Video : કૃતિ સેનનની કમર પર હાથ મૂકતા અચકાયો પ્રભાસ, ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટનો વીડિયો થયો વાયરલ, જીત્યું ફેન્સનું દિલ
Kriti Sanon - Prabhas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 4:09 PM

Tirupati Balaji: પ્રભાસ (Prabhas) અને કૃતિ સેનન (Kriti Sanon) હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ને (Adipurush) લઈને ચર્ચામાં છે. તેનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરની લોન્ચિંગ ઈવેન્ટ તિરુપતિ મંદિરમાં યોજાઈ હતી. તે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર પણ સામેલ થયા હતા. આ ઈવેન્ટ દરમિયાનનો પ્રભાસ અને કૃતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ‘બાહુબલી’ એક્ટરે ફેન્સનું દિલ જીતી લીધું છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પ્રભાસનું સારું વર્તન જોવા મળી રહ્યું છે. જેમાં જોઈ શકાય છે કે ડાયરેક્ટર ઓમ રાઉત અને પ્રભાસ એકસાથે ઉભા છે અને ચીયર કરી રહ્યા છે, આ સાથે ફોટો સેશન પણ સાથે ચાલી રહ્યું છે. પછી પ્રભાસને કૃતિ સેનન યાદ આવે છે અને તે તેને બોલાવે છે અને એક જ ફ્રેમમાં સાથે ઊભી રહે છે. તે પણ તે બધા સાથે જોડાય છે. આ દરમિયાન તે પાછળથી એક્ટ્રેસની કમર પર હાથ મૂકવા જાય છે, પરંતુ ત્યાંથી તેનો હાથ હટાવી લે છે. આ જોયા પછી લોકો તેના વખાણ કરે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Exclusive Ayesha Shroff Cheating Case : ટાઈગર શ્રોફની માતા આયેશા સાથે થઈ લાખોની છેતરપિંડી, કેસ દાખલ, જુઓ FIR ની કોપી

પ્રભાસે જીત્યું ફેન્સનું દિલ

પ્રભાસનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો સાઉથ એક્ટરના જોરદાર વખાણ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસ સાથે કામ કરતી વખતે, એક્ટ્રેસ કૃતિને પણ તેના નેચરની દિવાની થઈ ગઈ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘તેને કહેવામાં આવ્યું હતું કે પ્રભાસ વધારે વાત નથી કરતો તો તેને કહ્યું હતું કે આ સાચું નથી’. એક્ટ્રેસે તેના વખાણ કર્યા અને કહ્યું કે ‘એક્ટર ખરેખર વાત કરે છે’. તે ખૂબ જ સ્વીટ, હાર્ડ વર્કિંગ અને ફૂડી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">