AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive Ayesha Shroff Cheating Case : ટાઈગર શ્રોફની માતા આયેશા સાથે થઈ લાખોની છેતરપિંડી, કેસ દાખલ, જુઓ FIR ની કોપી

Ayesha Shroff Cheating Case : જેકી શ્રોફની પત્ની અને ટાઈગર શ્રોફની (Tiger Shroff) માતા આયેશા શ્રોફ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે એક્ટરની પત્નીએ કેસ દાખલ કર્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Exclusive Ayesha Shroff Cheating Case : ટાઈગર શ્રોફની માતા આયેશા સાથે થઈ લાખોની છેતરપિંડી, કેસ દાખલ, જુઓ FIR ની કોપી
Ayesha Shroff Cheating CaseImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 3:25 PM
Share

Mumbai: ફિલ્મ એક્ટર જેકી શ્રોફની (Jackie Shroff) પત્ની અને ટાઈગર શ્રોફની (Tiger Shroff) માતા આયેશા શ્રોફ (Ayesha Shroff) સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે તેમણે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે એલન ફર્નાન્ડિસ નામના વ્યક્તિએ તેની સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

આ કેસમાં પોલીસે એલન ફર્નાન્ડિસ નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 420, 408, 465, 467 અને 468 હેઠળ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ એલનને વર્ષ 2018માં એમએમએ મેટ્રિક્સ કંપનીમાં ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. એમએમએ મેટ્રિક્સ જિમ ટાઈગર શ્રોફ અને તેની માતા આયેશાનું છે.

અહીં જુઓ એફઆઈઆરની કોપી

એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ભારતમાં અને ભારતની બહાર 11 ટૂર્નામેન્ટના આયોજન માટે ઘણી રકમ લીધી હતી. જેમાં ડિસેમ્બર 2018 થી જાન્યુઆરી 2023 સુધી કંપનીના બેંક ખાતામાં 58,53,591 રૂપિયા ફી તરીકે જમા કરવામાં આવ્યા હતા. પરંતુ આયેશા શ્રોફ તરફથી હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

પૈસા બાબતે સાહિલ ખાન સાથે થયો હતો વિવાદ

તમને જણાવી દઈએ કે આયેશા શ્રોફનો એક્ટર અને ઈન્ફ્લુએન્સર સાહિલ ખાન સાથે પણ પૈસાને લઈને વિવાદ થયો છે. વર્ષ 2015માં આયેશા શ્રોફે સાહિલ ખાન વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ધમકીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. 4 કરોડનો આ મામલો પાછળથી પરસ્પર વાતચીત દ્વારા ઉકેલાયો હતો અને એફઆઈઆર રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Adipurush controversy: કૃતિ સેનનને આદિપુરુષના ડાયરેક્ટરે મંદિર પરિષરમાં કરી KISS !, વીડિયો વાયરલ થતા ઉભો થયો વિવાદ

તમને જણાવી દઈએ કે આયેશા શ્રોફ પોતાના જમાનામાં એક્ટ્રેસ અને મોડલ રહી ચુકી છે. નાની ઉંમરમાં જ તેને જેકી શ્રોફ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ આયેશાએ મોટા પડદાથી દૂર રહી છે. આયેશાએ પાછળથી પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું અને ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">