AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Movie Ticket : ‘હનુમાનજી’ પાસે બેસીને જુઓ ‘આદિપુરુષ’ ફિલ્મ, ટીકિટના ભાવ ડબલ થશે? મેકર્સે કહી આ વાત

Adipurush Movie Ticket Price : પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે થિયેટરમાં 'હનુમાનજી' પાસેની સીટ માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

Adipurush Movie Ticket : 'હનુમાનજી' પાસે બેસીને જુઓ 'આદિપુરુષ' ફિલ્મ, ટીકિટના ભાવ ડબલ થશે? મેકર્સે કહી આ વાત
T Series has tweeted
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 12:59 PM
Share

ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ની (Adipurush) રિલીઝમાં હવે માત્ર 3 દિવસ બાકી છે. પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે. હાલ આખી ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મને લઈને દર્શકોમાં ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે અને ફિલ્મ નિષ્ણાતોના મતે ફિલ્મ પહેલા દિવસે જ રેકોર્ડ કમાણી કરી શકે છે.

થોડા દિવસો પહેલા, નિર્માતાઓએ માહિતી આપી હતી કે દરેક થિયેટરમાં ‘હનુમાનજી’ના નામ પર એક સીટ અનામત રાખવામાં આવશે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે જો તમારે ‘હનુમાનજી’ પાસે સીટ જોઈએ છે તો તમારે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે.

આ પણ વાંચો : Viral Video : કૃતિ સેનનની કમર પર હાથ મૂકતા અચકાયો પ્રભાસ, ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટનો વીડિયો થયો વાયરલ, જીત્યું ફેન્સનું દિલ

નસીબદાર દર્શકને મળશે ‘સંકટ મોચક’ની બાજુમાં જગ્યા

ફિલ્મ ‘આદિપુરુષ’ લોકોમાં ક્રેઝ બનાવવામાં સફળ રહી છે અને હવે આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકોમાં ફિલ્મ જોવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, એડવાન્સ બુકિંગ સતત વધી રહ્યું છે અને નેશનલ મલ્ટિપ્લેક્સમાં લગભગ 18 હજાર ટિકિટ વેચાઈ છે અને આગામી બે દિવસમાં આ આંકડો વધુ વધશે. આ દરમિયાન, થિયેટરમાં ‘હનુમાનજી’ પાસેના બેઠકને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. કયા નસીબદાર દર્શકને ‘સંકટ મોચક’ની બાજુમાં બેસીને ફિલ્મ જોવાનો મોકો મળશે? આ અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે.

‘હનુમાનજી’ની બાજુની સીટ માટે કેટલી હશે ટિકિટ?

‘હનુમાનજી’ માટે 1 સીટ ખાલી રાખવાનો વિચાર સામાન્ય દર્શકોને આકર્ષી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો તમારે ‘હનુમાનજી’ પાસે બેસવું હોય તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. એટલે કે તેની પાસીની સીટ માટે ટિકિટની કિંમત બમણી હશે. સોશિયલ મીડિયા પર સતત આવી રહેલા આ સમાચારો પછી, T-Seriesએ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં ટિકિટની કિંમત વિશે સાચી વાત કહેવામાં આવી છે.

T-Series દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર આદિપુરુષની ટિકિટના ભાવને લઈને કેટલીક ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે હનુમાનજીની બાજુની સીટ માટે ટિકિટની કિંમત અલગ નહીં હોય, તમામ સીટ માટે ટિકિટની કિંમત એકસરખી રહેશે. કોઈ ખોટી માહિતીમાં ફસાશો નહીં.

આટલી ભાષામાં રિલીઝ થશે મુવી

તમને જણાવી દઈએ કે, ઓમ રાઉત દ્વારા લિખિત અને નિર્દેશિત પેન ઈન્ડિયા ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">