AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી-બોલિવુડ અભિનેત્રીની થઈ હત્યા, પોલીસે આરોપી દિકરા સહિત 2 લોકોની કરી ધરપકડ

સીનિયર અભિનેત્રી વીણા કપૂરે 'મેરી ભાભી' જેવી અનેક ટીવી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યુ છે. મેરી ભાભી સીરિયલની તેમની સહ અભિનેત્રી નીલુ કોહલીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટીવી-બોલિવુડ અભિનેત્રીની થઈ હત્યા, પોલીસે આરોપી દિકરા સહિત 2 લોકોની કરી ધરપકડ
Actress veena kapur murderImage Credit source: TV9 gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 7:24 PM
Share

છેલ્લા કેટલાક દિવસથી મુંબઈના જુહૂની 74 વર્ષીય મહિલાની હત્યાના સમાચર વાયરલ થઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી, તે સીનિયર અભિનેત્રી વીણા કપૂર છે. તેમણે ‘મેરી ભાભી’ જેવી અનેક ટીવી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યુ છે. મેરી ભાભી સીરિયલની તેમની સહ અભિનેત્રી નીલુ કોહલીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ શેયર કરીને દિગ્ગજ અભિનેત્રી વીણા કપૂરને શ્રદ્વાંજલિ આપી છે. તેમની આ પોસ્ટ પર ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અભિનેત્રી નીલૂ કોહલીએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે, વીણા જી, તમે આના કરતાં વધુ સારુ ડિઝર્વ કરતા હતા. મારું દિલ તૂટી ગયુ છે, આ તમારા માટે લખુ છું, હું શું કહુ. આજે મારી પાસે શબ્દો નથી. આજે આટલા વર્ષોના સંઘર્ષ પછી, હું આશા રાખુ છું કે આખરે તમને શાંતિ મળી હશે.’ આ પોસ્ટ પર ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકો એ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શ્યામ મહેશ્વરીએ નીલુ કોહલીની પોસ્ટની પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હૈ ભગવાન, મેં આ સમાચાર અખબારમાં આવ્યા અને મારા મગજમાં વીણાજીનો વિચાર આવ્યો. તે તેમની સાથે મેરી ભાભી સીરિયલમાં કામ કર્યુ હતુ. તે ખુબ સારી અને વિનમ્ર સ્વભાવની હતી. મારી પાસે શબ્દો નથી. ભાઈ જરા ઉભા રહો યાર, દુનિયાને આટલી ખરાબ ન બનાવો.

નીલુ કોહલીની પોસ્ટ

View this post on Instagram

A post shared by Nilu Kohli (@nilukohli)

નીલુ કોહલીની પોસ્ટ પર રાકેશ પોલ અને મારુતી ગુડ્ડી સહિત અનેક લોકો એ પ્રતિક્રિયા આપી હતી. તમામ લોકો આ ઘટનાથી હેરાન થયા છે. જણાવી દઈએ કે, વીણા કપૂરની હત્યાના કેસમાં આરોપી દીકરા સહિત તેના એક સાથીની પણ ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી વીણા કપૂરના દીકરા એ બેસબોલથી પોતાની માતાની હત્યા કરી હતી. તેમના દીકરાનું નામ સચિન કપૂર અને તેના સાથીનું નામ લાલુકુમાર મંડલ છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં શોકનો માહોલ છે.

g clip-path="url(#clip0_868_265)">