Lal Salaam: ‘લાલ સલામ’ સાથે જોડાશે આ દિગ્ગજ ક્રિકેટર, થલાઈવા રજનીકાંતે પોતાને ગણાવ્યા ભાગ્યશાળી
રજનીકાંતની ફિલ્મ 'લાલ સલામ' સાથે એક દિગ્ગજ ક્રિકેટરનું નામ જોડવામાં આવ્યું છે. થલાઈવાએ તસવીર શેર કરીને પોતાને નસીબદાર ગણાવી છે. આ ફિલ્મનું નિર્દેશન સુપરસ્ટારની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત કરી રહ્યા છે. મૂવીમાંથી રિલીઝ થયેલા રજનીકાંતના ફર્સ્ટ લૂક પોસ્ટરે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘થલાઈવા’ રજનીકાંત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સલામ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુપરસ્ટારની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત કરી રહ્યા છે. મૂવીમાંથી રિલીઝ થયેલા રજનીકાંતના ફર્સ્ટ લૂક પોસ્ટરે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. તે દરમિયાન એક દિગ્ગજ ક્રિકેટર જોડાવાના અપડેટે પ્રેક્ષકોને આનંદિત કર્યા છે.
આ પણ વાંચો : Viral Video: અંતિમ સમયમાં કપિલ દેવ અને ધોનીની ક્ષણો જોવા માંગે છે ‘લિટલ માસ્ટર’, ઓટોગ્રાફની વાત કહેતા સમયે થયા ભાવુક
‘લાલ સલામ’ સાથે જોડાયા કપિલ દેવ
રજનીકાંતે હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર ક્રિકેટ લેજેન્ડ કપિલ દેવ સાથેની એક તસવીર શેર કરી છે. ટ્વીટમાં જાણવા મળ્યું છે કે, ક્રિકેટરે રજનીકાંતની આગામી ફિલ્મોમાંની એક ‘લાલ સલામ’ના સેટની મુલાકાત લીધી હતી. કપિલ દેવ કથિત રીતે આ ફિલ્મમાં કેમિયો કરવા જઈ રહ્યા છે, જો તે સાચું નીકળશે તો ચાહકો માટે ક્રિકેટના દિગ્ગજ અને થલાઈવાને પડદા પર એકસાથે જોવાનું વિઝ્યુઅલ ટ્રીટ હશે.
It is my honour and privilege working with the Legendary, most respected and wonderful human being Kapildevji., who made India proud winning for the first time ever..Cricket World Cup!!!#lalsalaam#therealkapildev pic.twitter.com/OUvUtQXjoQ
— Rajinikanth (@rajinikanth) May 18, 2023
રજનીકાંતે ખુશી કરી વ્યક્ત
કપિલ દેવ સાથેની પોતાની એક તસવીર શેર કરતા રજનીકાંતે કેપ્શનમાં લખ્યું, ‘મારા માટે સૌથી મહાન, સૌથી આદરણીય અને અદ્ભુત માનવી કપિલ દેવજી સાથે કામ કરવું મારા માટે સન્માન અને સૌભાગ્યની વાત છે, જેમણે ભારતને પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ આપીને ગૌરવ અપાવ્યું!!!’
કપિલ દેવે પણ આ પોસ્ટ શેર કરી છે
The real stars #Rajinikanth #therealkapildev #KalkiGroup@therealkapildev @rajinikanth pic.twitter.com/Qep7nMbZ5h
— Kalki Online (@KalkiOnline) May 18, 2023
કપિલ દેવે ‘લાલ સલામ’ના સેટ પરથી રજનીકાંત સાથેની પોતાની એક તસવીર પણ શેર કરી છે. કપિલે સુપરસ્ટાર સાથે સમય વિતાવવાની તકની પણ પ્રશંસા કરી અને તેના માટે તેને જે સન્માન અને વિશેષાધિકાર મળ્યા તેના પર ભાર મૂક્યો. કપિલ દેવે ફોટોને કેપ્શન આપ્યું, ‘મહાન વ્યક્તિ સાથે રહેવાનું સન્માન અને વિશેષાધિકાર.’ ‘લાલ સલામ’ની રિલીઝની વાત કરીએ તો તેની ઓફિશિયલ જાહેરાત હજુ થવાની બાકી છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ આ વર્ષે જ સ્ક્રીન પર આવી શકે છે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત વિષ્ણુ વિશાલ અને વિક્રાંત મુખ્ય ભૂમિકામાં છે. લાયકા પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ફિલ્મનું સંગીત એઆર રહેમાન આપવાના છે.