AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: અંતિમ સમયમાં કપિલ દેવ અને ધોનીની ક્ષણો જોવા માંગે છે ‘લિટલ માસ્ટર’, ઓટોગ્રાફની વાત કહેતા સમયે થયા ભાવુક

લિટિલ માસ્ટરે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યપં કે, જ્યારે મેં ધોનીને લેપ ઓફ ઓનર કરતા જોયો તો મને ખ્યાલ આવ્યો કે હું પોતાની શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લઉં. તેથી હું દોડીને તેની પાસે જતો રહ્યો. આ સમયે ગાવસ્કર ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ધોનીનો ઓટોગ્રાફ લેવો એ મારા માટે ખરેખર ઈમોશનલ સમય હતો.

Viral Video: અંતિમ સમયમાં કપિલ દેવ અને ધોનીની ક્ષણો જોવા માંગે છે 'લિટલ માસ્ટર', ઓટોગ્રાફની વાત કહેતા સમયે થયા ભાવુક
Sunil Gavaskar Emotional
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 6:02 PM
Share

દુનિયામાં ક્રિકેટ સાથે લાખો લોકોની લાગણીઓ જોડાયેલી હોય છે. 150 વર્ષોથી રમાતી આ રમતમાં હમણા સુધી ઘણી યાદગાર ક્ષણો જોવા મળી છે. હાલમાં જ 73 વર્ષીય ભારતીય ક્રિકેટ દિગ્ગજ સુનિલ ગાવસ્કરે 41 વર્ષના ભારતીય ક્રિકેટ દિગ્ગજ ધોનીનો ઓટોગ્રાફ માંગ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. આ ઘટના અંગે ફરી વાત કરતા સમયે સુનિલ ગાવસ્કર ભાવુક થયા હતા. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લિટિલ માસ્ટરે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ કે, જ્યારે મેં ધોનીને લેપ ઓફ ઓનર કરતા જોયો તો મને ખ્યાલ આવ્યો કે હું પોતાની શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લઉં. તેથી હું દોડીને તેની પાસે જતો રહ્યો.

આ સમયે ગાવસ્કર ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ધોનીનો ઓટોગ્રાફ લેવો એ મારા માટે ખરેખર ઈમોશનલ સમય હતો. તેમણે ભારતીય ક્રિકેટ માટે ઘણું કામ કર્યું છે. હું મારા જીવનની અંતિમ 2 મિનિટમાં 2 ઘટનાઓ ફરી જોવા ઈચ્છુ છું. પહેલું કપિલ દેવ જ્યારે વર્લ્ડ કપ ઉપાડે છે અને બીજું જ્યારે એમએસ ધોની 2011માં વર્લ્ડ કપ ફાઈનલમાં વિનિંગ સિક્સર ફટકારે છે.

ગાવસ્કર થયા ઈમોશનલ

ગાવસ્કર-ધોનીનો યાદગાર વીડિયો

View this post on Instagram

A post shared by Queen Msdian (@dhoniway7)

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આખા સ્ટેડિયમમાં ફરીને ફેન્સનો આભાર માન્યો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે ધોની પાસે ઓટોગ્રાફ માંગ્યો હતો. આ સાંભળી એક સમયે ધોની પણ દંગ રહી ગયો હતો. સુનિલ ગાવસ્કરના કહેવા પર એમએસ ધોનીએ તેમની દિલની નજીક શર્ટ પર ઓટોગ્રાફ કર્યો હતો. અને તેમને ભેટી પડયો હતો. બે દિગ્ગજોને એક ફ્રેમમાં જોઈ ક્રિકેટ ફેન્સ પણ ભાવુક થયા હતા.

ચેન્નાઈની ટીમના હોમ ગ્રાઉન્ડ પર ધોની છવાયો

ચેન્નાઈની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ લીગ મેચ રમી હતી. ચેન્નાઈની ટીમે હાર સાથે ઘર આંગણેથી પોતાની વિદાય લીધી હતી. આ સાથે જ હવે ધોનીની ટીમની ચેન્નાઈથી વિદાયની ચર્ચા શરુ થઈ હતી. ધોનીના ઘૂંટણમાં ઈજા હોવા છતા તે આ સિઝનમાં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. મેચ બાદ ચેન્નાઈના ફેન્સના આભાર માનવા તે આખા સ્ટેડિયમમાં ફર્યો હતો. ચેન્નાઈના ટીમના ખેલાડીઓએ ફેન્સ માટે આ સમય યાદગાર બનાવવા તેમના તરફ ગિફ્ટ  પણ ફેંકી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">