RRRના ઈન્ટરવલ સીનના શૂટિંગ માટે રોજનો થયો લાખો રૂપિયાનો ખર્ચ, ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીએ કર્યો ખુલાસો
ફિલ્મની ઈન્ટરવલ સિક્વન્સને 65 દિવસ સુધી શૂટ કરવામાં આવી હતી, જેનો ખર્ચ પ્રતિ દિવસ 75 લાખ રૂપિયા હતો. નિર્માતાએ આ ફિલ્મ કદાચ રૂ. 400 કરોડના બજેટમાં બનાવી છે.
રામ ચરણ (Ram Charan), જુનિયર એનટીઆર (Junior NTR), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અજય દેવગણ અભિનીત એસએસ રાજામૌલીની (SS Rajamouli) આરઆરઆર (RRR) તેની કાસ્ટ અને રસપ્રદ વાર્તાને કારણે હાલમાં સમગ્ર ભારતમાં ચર્ચામાં છે. નિર્માતાઓએ કોવિડના વધતા જતા કેસોને કારણે રિલીઝને મુલતવી રાખવાની યોજના બનાવી છે.
ફિલ્મની સર્જનાત્મક પ્રક્રિયા અને બજેટ વિશે વાત કરતાં ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં એક ન્યૂઝ પોર્ટલને એક ચોક્કસ દ્રશ્ય વિશે જણાવ્યું હતું કે તેને બનાવવા માટે દરરોજ લગભગ 75 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. અહેવાલ મુજબ આ ફિલ્મનો ઈન્ટરવલ સિક્વન્સ છે, જે 65 દિવસ સુધી શૂટ કરવામાં આવ્યો હતો, જેનો ખર્ચ પ્રતિ દિવસ 75 લાખ રૂપિયા હતો. નિર્માતાએ આ ફિલ્મ કદાચ રૂ. 400 કરોડના બજેટમાં બનાવી છે.
રાજામૌલીએ કહ્યું કે જ્યારે તેને સ્ક્રીપ્ટ લખવાની તક મળે છે ત્યારે તે સૌથી વધુ ખુશ થાય છે. “જ્યારે હું સ્ક્રીપ્ટ લખું છું, ત્યારે હું સૌથી વધુ ખુશ હોઉં છું. કારણ કે ત્યાં કોઈ પ્રતિબંધ નથી, કંઈ નથી. તે ફક્ત તમારો વિચાર છે, તે વહેતો રહે છે.” તેણે એમ પણ કહ્યું કે તેને વાર્તાકાર બનવાનો ઘણો આનંદ મળે છે. “જ્યારે હું વાર્તા કહું છું ત્યારે પણ હું ખુશ છું કારણ કે મને ખાતરી છે કે હું મારા કથન કૌશલ્યથી મારા કલાકારોને પ્રભાવિત કરી શકું છું. હું એક સારો વાર્તાકાર છું, તેથી તે સમયે મને ખૂબ આનંદ થાય છે.”
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શૂટિંગ દરમિયાન તેને સૌથી વધુ કયા તણાવ અથવા ચિંતાનો સામનો કરવો પડે છે, ત્યારે તે કહે છે કે તે પૈસા છે. “જ્યારે અમારી પાસે મોટી યુનિટ્સ હોય છે અને કઇંક ખોટું થાય છે તો દર મિનિટે લાખો રૂપિયા ખર્ચ થાય છે. જો કોઈ મોટા સીક્વન્સને શૂટ કરતી વખતે વસ્તુઓ બરાબર નથી થતી.
જેમકે અમે 65 દિવસ સુધી આરઆરઆરની ઈન્ટવલ સીક્વન્સની શૂટિંગ કરતા રહ્યા. એવા ઘણા કલાકાર હતા કે જેમને અલગ અલગ દેશોમાંથી શૂટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને દરેક રાતનો ખર્ચ લગભગ 75 લાખનો આવી રહ્યો હતો. વધુ વિગત આપતાં તેમણે કહ્યું કે જો સમય પ્રમાણે કંઈક ન થઈ રહ્યું હોય તો વાસ્તવમાં તે તંગ, ગુસ્સે અને પરેશાન થઈ જાય છે. ”
આ પણ વાંચો –
વરુણ ધવને પિતા ડેવિડ ધવનના આશીર્વાદ સાથે નવા વર્ષની કરી શરૂઆત, ચાહકોએ કહ્યું, ‘સંસ્કારી પુત્ર’
આ પણ વાંચો –