No Entry Mein Entry: સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં જોવા મળશે 10 હિરોઈન, ટૂંક સમયમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગ

|

Jun 17, 2022 | 8:32 PM

સલમાન ખાન (Salman Khan) આ દિવસોમાં તેની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'નું શૂટિંગ પૂરજોશમાં કરી રહ્યો છે. ફિલ્મના શૂટિંગના સમાચાર અને સેટ પરથી શહનાઝ ગિલની તસવીરો પણ સામે આવી હતી. તે ચાઈલ્ડ આર્ટિસ્ટ સાથે જોવા મળી હતી.

No Entry Mein Entry: સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ નો એન્ટ્રી મેં એન્ટ્રીમાં જોવા મળશે 10 હિરોઈન, ટૂંક સમયમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Salman Khan
Image Credit source: Social Media

Follow us on

ફિલ્મોમાં કેટલીક બેમતલબની વસ્તુઓ પણ હોય છે જેનો કોઈ મતલબ નથી અને તે ઘણી વખત ઈફેક્ટિવ રીતે દેખાતી નથી. પરંતુ સલમાન ખાનની (Salman Khan) અપકમિંગ ફિલ્મ ‘નો એન્ટ્રી’ની (No Entry) સિક્વલમાં એવું કંઈ નથી. સલમાન ખાન ટૂંક સમયમાં આ ફિલ્મની સિક્વલમાં જોવા મળશે. વર્ષ 2005માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધૂમ મચાવી હતી અને 17 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે, પરંતુ આ ફિલ્મને લઈને કેટલીક ખાસ અને મહત્વની વાત સામે આવી રહી છે કે આ કોમેડી ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં બે, ત્રણ કે ચાર નહીં પરંતુ 10 હિરોઈન જોવા મળશે.

સલમાનની ફિલ્મમાં જોવા મળશે 10 હિરોઈન

કદાચ આ પહેલીવાર હશે જ્યારે સલમાન ખાનની સાથે 10 હિરોઈન એકસાથે જોવા મળશે. તમે તેને એક રીતે ગર્લ પાવર પણ કહી શકો છો. ઇન્ડસ્ટ્રીના એક સૂત્રે ETimes ને જાણકારી આપી છે કે 2005ની ઓરિજનલ ફિલ્મના ત્રણ મુખ્ય પાત્રો સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ત્રિપલ રોલમાં જોવા મળશે અને તેમની સાથે ઘણી હિરોઇનોના કેરેક્ટર જોડાયેલા હશે. તેથી જો તમે આ રીતે જોશો તો ત્રિપલ પાત્રો માટે ત્રણ અલગ-અલગ હિરોઈનો હશે.

સૂત્રએ આગળ કહ્યું હતું કે, ‘નો એન્ટ્રી’માં જોવા મળેલી અભિનેત્રીઓ એશા દેઓલ, બિપાશા બાસુ, લારા દત્તા અને સેલિના જેટલી કદાચ આ ફિલ્મની સિક્વલમાં જોવા નહીં મળે. પરંતુ સલમાન ખાન ફિલ્મ્સની ટીમ આ ત્રણેય હિરોઈનોને ફરીથી એક જગ્યાએ પરત લાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ હાલમાં વસ્તુઓ મુશ્કેલ દેખાઈ રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સલમાન ખાનની ફિલ્મ ‘નો એન્ટ્રી’ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં શરૂ થશે. તેથી અત્યારે માત્ર આ ફિલ્મની રાહ જોઈ શકાય છે અને આપણે આશા રાખી શકીએ કે લારા દત્તા, બિપાશા બાસુ, સેલિના જેટલી અને એશા દેઓલ ફરીથી એકસાથે મોટા પડદા પર જોવા મળશે. પરંતુ તે જોવું પણ ઘણું રસપ્રદ રહેશે કે આ ફિલ્મ માટે કઈ હિરોઈનને કાસ્ટ કરવામાં આવે છે. પરંતુ ફિલ્મ માટે 10 હિરોઈનને કાસ્ટ કરવી એટલી સરળ વાત નથી.

‘કભી ઈદ કભી દિવાલી’ના શૂટિંગમાં બિઝી છે સલમાન ખાન

સલમાન ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટિંગ પૂરજોશમાં કરી રહ્યો છે. ફિલ્મના શૂટિંગના સમાચાર અને સેટ પરથી શહનાઝ ગિલની તસવીરો પણ સામે આવી હતી. તે ચાઈલ્ડ આર્ટિસ્ટ સાથે જોવા મળી હતી.

Next Article