AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5-5 વિશ્વ સુંદરીઓ મળીને પણ આ મોટા બાપના ACTOR દીકરાને ન કરાવી શકી HIT, આજે પણ ઝઝૂમી રહ્યો છે એક મોટી સફળતા માટે

સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ હિટ થવાની ગૅરંટી તેની સ્ટાર કાસ્ટને ગણવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ફૉર્મ્યુલા પણ કામ નથી કરતી. ભલે ને ફિલ્મની સ્ટાર કાસ્ટમાં વિશ્વ સુંદરી જ કેમ ન હોય. જરૂરી નથી કે લોકો ફિલ્મને પસંદ કરે જ. બૉલીવુડમાં એકથી એક હીટ હીરો છે, પણ એક હીરો એવો પણ છે કે […]

5-5 વિશ્વ સુંદરીઓ મળીને પણ આ મોટા બાપના ACTOR દીકરાને ન કરાવી શકી HIT, આજે પણ ઝઝૂમી રહ્યો છે એક મોટી સફળતા માટે
| Updated on: Feb 05, 2019 | 7:00 AM
Share

સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ હિટ થવાની ગૅરંટી તેની સ્ટાર કાસ્ટને ગણવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ફૉર્મ્યુલા પણ કામ નથી કરતી.

ભલે ને ફિલ્મની સ્ટાર કાસ્ટમાં વિશ્વ સુંદરી જ કેમ ન હોય. જરૂરી નથી કે લોકો ફિલ્મને પસંદ કરે જ. બૉલીવુડમાં એકથી એક હીટ હીરો છે, પણ એક હીરો એવો પણ છે કે જેની સાથે કંઇક આવું જ થયું છે.

આ હીરોને પાંચ-પાંચ વિશ્વ સુંદરીઓ મળીને પણ બૉલીવુડમાં હિટ ન કરાવી શકી અને આ હીરોનું નામ છે અભિષેક બચ્ચન.

બિગ બી, સદીના મહાનાયક, સુપરસ્ટાર સહિત અનેક ઉપાધિઓથી જાણીતા અમિતાભ બચ્ચનનો પુત્ર, એક જમાનાના જાણીતા અભિનેત્રી જયા બચ્ચનના પુત્ર અને વધારામાં એક વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયનો પતિ હોવા છતાં અભિષેક બચ્ચન ફિલ્મોમાં કોઈ નોંધનીય કે મોટી સફળતા ન હાસલ કરી શક્યો.

જૂનિયર બચ્ચન તરીકે જાણીતા અભિષેક બચ્ચનનો આજે જન્મ દિવસ છે. અભિષેક પૂરા 43 વર્ષનો થઈ ગયો. અભિષેકે રેફ્યુજી ફિલ્મથી બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી અને ત્યાર બાદ અનેક ફિલ્મોમાં કામ કર્યું. તેમાંની કેટલીક હિટ પણ થઈ, પણ તે અભિષેક બચ્ચનના કારણે નહીં.

અભિષેક બચ્ચન જ્યારે 43 વર્ષનો થઈ ગયો છે, ત્યારે બૉલીવુડ કૅરિયર પર નજર નાખતા તેની પાસે ફ્લૉપ ફિલ્મોની લાંબી કતાર છે. બચ્ચન પરિવારના આ ચિરાગ સાથે મોટા-મોટા નામોએ કામ કર્યું, પણ જાણે દર્શકોને તો તેની ફિલ્મો સાથે નકારી જ દેવી હતી.

અભિષેક બચ્ચન કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એકમાત્ર એવા અભિનેતા હશે કે જેમણે પાંચ-પાંચ વિશ્વ સુંદરીઓ સાથે કામ કર્યું, પરંતુ તેમ છતાં તે ફિલ્મો હિટ ન થઈ શકી.

ઐશ્વર્યા રાય

અભિષેક બચ્ચને સૌપ્રથમ ઐશ્વર્યા રાય સાથે વર્ષ 2000માં ઢાઈ અક્ષર પ્રેમ ફિલ્મમાં કામ કર્યું કે જે સુપર ફ્લૉપ રહી. 2003માં અભિષેક ફરી કુછ ન કહો ફિલ્મમાં ઐશ્વર્યા સાથે દેખાયો, પણ ફિલ્મ ફ્લૉપ રહી. 2006માં આવેલી ધૂમ 2 હિટ રહી કે જેમાં અભિષેક અને ઐશ્વર્યા બંને હતા, પણ બંને પૅરમાં નહોતા. ફિલ્મનો હીરો હૃતિક રોશન સાબિત થયો. 2007માં ઐશ-અભિની જોડી ગુરુ ફિલ્મમાં આવી. આ એકમાત્ર હિટ ફિલ્મ રહી, પણ અભિષેકને આનો ફાયદો લાંબા સમય સુધી ન મળ્યો. ત્યાર બાદ આવેલી ઐશ-અભિની ફિલ્મો રાવણ, સરકાર રાજ ફિલ્મો ખરાબ રીતે ફ્લૉપ રહી.

સુષ્મિતા સેન

અભિષેક સાથે બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેને પણ કામ કર્યું. અભિષેક અને સુષ્મિતાની વર્ષ 2001માં બસ ઇતના સા ખ્વાબ હૈ ફિલ્મ આવી, પણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધૂળ ચાટતી થઈ.

લારા દત્તા

અભિષેક સાથે કામ કરનાર ત્રીજી બ્રહ્માંસ સુંદરી લારા દત્તા હતી. વર્ષ 2003માં અભિષેક અને લારાની ફિલ્મ મુંબઈ સે આયા મેરા દોસ્ત આવી. ફિલ્મનું એક ગીત શહર કા જાદૂ રે… લોકપ્રિય થયું, પણ ફિલ્મને સારો રિસ્પૉંસ ન મળ્યો. 2007માં ફરી અભિ-લારાની જોડી ઝૂમ બરાબર ઝૂમ ફિલ્મમાં આવી. આ ફિલ્મનું પણ સંગીત લોકપ્રિ થયું, પણ બોર્ડ એક્ઝામની સીઝનમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ફ્લૉપ રહી.

પ્રિયંકા ચોપરા

અભિષેક સાથે કામ કરનાર ચોથી વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરા હતી. અભિષેકે 2005માં બ્લફમાસ્ટર ફિલ્મમાં પ્રિયંકા સાથે કામ કર્યું કે જે ફ્લૉપ રહી. 2008માં દ્રોણ ફિલ્મમાં પણ અભિ-પ્રિયંકા સાથે હતાં, પણ ફિલ્મ ફ્લૉપ રહી. વર્ષ 2008માં આવેલી ફિલ્મ દોસ્તાના હિટ રહી, પરંતુ તે અભિષેકના કારણે નહીં, પણ જ્હૉન અબ્રાહમ અને પ્રિયંકાના કારણે રહી.

જૅકલીન ફર્નાન્ડીઝ

અભિષેક સાથે કામ કરનારી પાંચમી સુંદરી રહી જૅકલીન ફર્નાન્ડીઝ. હાઉસફુલ 3 ફિલ્મમાં બંને હતાં, પરંતુ જૅકલીન અભિષેકની પૅરમાં નહોતી. આ ફિલ્મ અક્ષય કુમારના કારણે હિટ રહી. અભિષેકના હાથ અહીં પણ ખાલી જ રહ્યાં.

[yop_poll id=1091]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">