Breaking News : 3 લોકોના મોત પછી, કંતારા ચેપ્ટર 1ના સેટ પર બીજો ભયાનક અકસ્માત, 30 ક્રૂ સભ્યોને લઈ જતી હોડી પલટી ગઈ
ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારા ચેપ્ટર 1ના શૂટિંગ દરમિયાન એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં સેટ પર એક અભિનેતાનું મૃત્યું થયું હતુ. ત્યારબાદ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, 20 મેમ્બરને લઈ જતી હોડીએ પલટી મારી છે. આ હોડીમાં લીડ અભિનેતા ઋષભ શેટ્ટી પણ સવાર હતા.

સાઉથ સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારા ચેપ્ટર 1ના મેકર્સ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ વખતે સતત દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં શૂટિંગ દરમિયાન અભિનેતા કલાભવન નિજુનું નિધન થયું હતુ. હવે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક હોડીએ પલટી મારી છે. જેમાં રિપોર્ટ મુજબ અંદાજે 30 કૂ મેમ્બર સવાર હતા. આ ઘટના શિવમોગ્ગા જિલ્લાના મસ્તી કટ્ટે રીજનમાં સ્થિત મણિ રિઝવોયરની છે. હાલમાં પોલીસની વાત માનીએ તો તમામ લોકો સુરક્ષિત છે. તેમજ કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
કંતારા ની સફળતા બાદ ફિલ્મના ડાયરેક્ટર અને લીડ અભિનેતા ઋષભ શેટ્ટીએ આ ફિલ્મ બનાવવા માટે પરવાનગી લીધી હતી પરંતુ મે મહિનાથી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હોડી પલટી જવાના અકસ્માતમાં ભલે કોઈને ઈજા પહોંચી નથઈ પરંતુ આ દરમિયાન મોંઘા કેમેરા અન્ય સાધનો પાણીમાં ડુબી ગયા છે. પોલીસ હાલમાં આ સમગ્ર અકસ્માત વિશે તપાસ કરી રહી છે.
View this post on Instagram
શું સ્પિરિટ્સ કંતારા ક્રૂથી ગુસ્સે છે?
PTI સાથે વાતચીત દરમિયાન રામદાસ પુજારીએ કહ્યું દક્ષિણ કન્ન્ડ સ્પિરિટ્સ પર ફિલ્મ બનાવવી હંમેશા રિસ્કી રહ્યું છે. આની પાછળ સૌથી મોટું કારણ એ છે કે, જે સ્પિરિટ્સ છે. તે પોતાની એક્ટિવિટીઝને કોર્મશિયલાઈઝેશન કરવાનું પસંદ કરતી નથી. પરંતુ ઋષભ શેટ્ટીએ આ ફિલ્મની શૂટિંગ પહેલા દેવની પુજા પણ કરી હતી. તેમણે આ ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી પણ લીધી હતી.
ક્યારે રિલીઝ થશે કંતારા 2?
જો આપણે ફિલ્મની વાત કરીએ તો, મે મહીના બાદથી આ ફિલ્મને લઈ સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ 3 અભિનેતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમજ તમામની ઉંમર 50 વર્ષથી ઓછી હતી. આ સિવાય 2 મોટા અકસ્માત પણ બન્યા છે. ત્યારે કંતારાના શૂંટિંગને લઈ હવે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. હાલમાં ફિલ્મની રિલીઝ ડેટ 2 ઓક્ટોબર 2025 રાખવામાં આવી છે.
