AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy birthday Roopa Ganguly : રૂપા ગાંગુલીએ દ્રૌપદી બનીને ફેન્સના દિલમાં બનાવી હતી જગ્યા, ચીરહરણના શૂટ બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી હતી

Happy birthday Roopa Ganguly : અભિનેત્રી અને સાંસદ રૂપા ગાંગુલી (Roopa Ganguly) આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે તેમના જન્મદિવસ પર અમે તમને તેમના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.

Happy birthday Roopa Ganguly : રૂપા ગાંગુલીએ દ્રૌપદી બનીને ફેન્સના દિલમાં બનાવી હતી જગ્યા, ચીરહરણના શૂટ બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી હતી
roopa ganguly
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 8:21 AM
Share

એક્ટ્રેસ અને સાંસદ રૂપા ગાંગુલી પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. રૂપા આજે તેનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 25 નવેમ્બર 1966ના રોજ કલ્યાણીમાં થયો હતો. રૂપાએ દ્રૌપદીનું પાત્ર ભજવીને ઈન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન બનાવ્યું હતું. આજે, રૂપાના જન્મદિવસ પર ચાલો અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ જે તમે નથી જાણતા.

રૂપાએ વર્ષ 1992માં મિકેનિકલ એન્જિનિયર ધ્રુવ મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ લાંબો ચાલ્યો નહીં અને તેણે ધ્રુવથી છૂટાછેડા લઈ લીધા. આટલું જ નહીં તેણે લગ્ન પછી પણ એક્ટિંગ છોડી દીધી હતી.

પતિને એક્ટ્રેસના સ્ટેટસને લઈને સમસ્યા હતી રૂપા ગાંગુલીએ સીરિયલ સચ કા સામનામાં કહ્યું હતું કે તેના પતિ ધ્રુવને તેની એક્ટ્રેસના સ્ટેટસને લઈને સમસ્યા છે. આટલું જ નહીં, તેણે લગ્ન પછી એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું અને પતિ સાથે કોલકાતા શિફ્ટ થઈ ગઈ. પરંતુ તેમ છતાં તેની પરેશાનીઓ દૂર ન થઈ. રૂપાએ તેના પતિ પર ખર્ચ માટે પૈસા ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. જે બાદ તેણે વર્ષ 2009માં ધ્રુવથી છૂટાછેડા લીધા હતા.

સંબંધોમાં નિષ્ફળતા બાદ રૂપાની અંદર કડવાશ આવી ગઈ હતી. તેને સિગારેટ અને દારૂનું વ્યસન હતું. ઘણી વખત તે જાહેર સ્થળે સિગારેટ પીતી પણ જોવા મળી હતી. તેણે ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

મહાભારત દરમિયાન એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું રૂપા ગાંગુલીએ સીરિયલ સચ કા સામનામાં જણાવ્યું હતું કે મહાભારત સમયે તેણી એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. જ્યારે રૂપાએ શોમાં આ વાત કહી તો તેનો આખો પરિવાર ચોંકી ગયો. તેણે શોમાં કહ્યું હતું કે તેણે ઘણા વર્ષોથી આ રહસ્ય પોતાના દિલમાં રાખ્યું હતું. જેના કારણે તેઓ હવે રાહત અનુભવી રહી છે.

તમને જણાવી દઈએ કે, રૂપા ગાંગુલી દ્રૌપદીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી રહી હતી. ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે દ્રૌપદીના ચીર હરણનું દ્રશ્ય ફિલ્માવવામાં આવશે. બીઆર ચોપરાએ રૂપાને કહ્યું હતું કે જો કોઈ મહિલાને તેના વાળ ખેંચીને અને કપડાં ઉતારીને ભરી સભામાં લાવવામાં આવે તો તેનું શું થશે. બસ એમ વિચારીને રૂપાને સીન આપવાનો છે. આ વિચારીને રૂપા એકદમ ડરી ગઈ.

રૂપાએ ટેકમાં આખો સીન કરી લીધો હતો. તે સીનમાં એટલી ખોવાઈ ગઈ હતી કે ડિરેક્ટરને એક પણ રીટેક લેવાની જરૂર ન પડી. સીન પૂરો થયા બાદ રૂપા ગાંગુલી અડધા કલાક સુધી રડતી રહી. આ સીન ફિલ્માવવો તેના માટે ખૂબ જ પીડાદાયક હતો. બાદમાં તમામ લોકોને સમજાવ્યા બાદ તે ચૂપ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Vicky Kaushal-Katrina Kaif wedding : વિક્કી કૌશલ-કેટરીના કૈફે લગ્નમાં આ વસ્તુ પર લગાડી દીધો છે સખ્ત પ્રતિબંધ

આ પણ વાંચો : સલમાન ખાને ફેમિલી ફોટો શેર કરીને પિતા સલીમ ખાનને 86માં જન્મદિવસની આપી શુભેચ્છા

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">