Birthday Special: જ્યારે આદિત્ય નારાયણે કરી લીધા હતા નેહા કક્કર સાથે લગ્ન, જાણો 5 ચર્ચિત વિવાદ

Birthday Special: જ્યારે આદિત્ય નારાયણે કરી લીધા હતા નેહા કક્કર સાથે લગ્ન, જાણો 5 ચર્ચિત વિવાદ
Know about top controversies of singer Aditya narayan

આજે (6 ઓગસ્ટ) આદિત્ય નારાયણના જન્મદિવસ પર, ચાલો એ વિવાદો વિશે વાત કરીએ, જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 06, 2021 | 1:21 PM

જાણીતા હોસ્ટ અને ગાયક આદિત્ય નારાયણ (Aditya Narayan) આજે એટલે કે 6 ઓગસ્ટે 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દરેક જાણે છે કે આદિત્ય નારાયણ બોલિવૂડના દિગ્ગજ ગાયક ઉદિત નારાયણનો પુત્ર છે, પરંતુ આદિત્ય તેના પિતા જેટલું સ્થાન હજુ સુધી પામી શક્યો નથી. આદિત્ય નારાયણ બહુ પ્રતિભાશાળી છે, પરંતુ તેની પ્રતિભાને ક્યારેય વધારે ઓળખ મળી નથી. જોકે, આદિત્ય નારાયણ હોસ્ટની દ્રષ્ટિએ ઘણા સ્ટાર્સને પાછળ છોડી દે છે.

આ દિવસોમાં આદિત્ય ઇન્ડિયન આઇડલ 12 ને હોસ્ટ કરી રહ્યો છે. પરંતુ આદિત્ય ઘણા સમયે ખુબ વિવાદમાં રહ્યો છે. આજે, આદિત્ય નારાયણના જન્મદિવસ પર ચાલો તમને જણાવી દઈએ આદિત્ય નારાયણના વિવાદો વિશે. તેના વિવાદના સૌથી ચર્ચિત વિવાદ આજે તમને જણાવીશું.

1. જ્યારે આદિત્ય નારાયણને એક છોકરીએ થપ્પડ મારી હતી

2011 માં એક સમાચાર આવ્યા કે તેના ખરાબ વર્તનને કારણે આદિત્ય નારાયણને પબમાં એક છોકરીએ થપ્પડ મારી હતી. ઓનલાઈન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આદિત્ય નારાયણ એક પબમાં હતો, જ્યાં તેણે તેના મિત્રો અને ગર્લફ્રેન્ડ સાથે ખુબ દારુ પીધો. તે નશાની હાલતમાં હતો. આ દરમિયાન, તેણે એક છોકરી પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેના પર પડી પણ ગયો હતો. પરિણામે આદિત્યને તે છોકરીએ જોરદાર થપ્પડ મારી હતી. જો કે આ અહેવાલમાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ અમે કરતા નથી.

2. એરલાઇન સ્ટાફ સાથે ગેરવર્તન

2017 માં, આદિત્ય નારાયણે એક વખત હેડલાઇન્સ બનાવી હતી જ્યારે એરલાઇન સ્ટાફ સાથેના તેના ગેરવર્તનનો કેસ પ્રકાશમાં આવ્યો હતો. 40 કિલો વધારાના સામાન માટે રાયપુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા બાદ આદિત્યએ એરલાઈનના સ્ટાફ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ધમકી આપી હતી. આદિત્ય પાસે વધારાના સામાન માટે 13,000 રૂપિયા માંગ્યા હતા, જેના માટે તેણે ના પાડી દીધી હતી. આદિત્યનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે એક એરલાઈન્સ સ્ટાફને કહી રહ્યો હતો કે મુંબઈ પહોંચવા દે, જો તારી **** ઉતારી ના લીધી તો મારું નામ આદિત્ય નારાયણ નહીં.

3. બેફામ ડ્રાઇવિંગ માટે ધરપકડ

આ ઘટના વર્ષ 2018 ની છે, જ્યારે આદિત્ય નારાયણની વર્સોવા પોલીસે બેફામ ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરી હતી. આદિત્યએ તેની મોંઘી કાર સાથે રિક્ષાચાલકને ટક્કર મારી હતી, જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી. રિક્ષામાં બેઠેલી મહિલાએ આદિત્ય નારાયણ સામે કેસ દાખલ કર્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તે હિટ એન્ડ રન કેસ નહોતો, કારણ કે આદિત્ય વાહન સાથે અથડાયા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો ન હતો અને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયો હતો.

4. નેહા કક્કર સાથે લગ્નના સમાચાર

આદિત્ય નારાયણ તેમના અંગત જીવનમાં કોઈને કોઈ કારણસર વિવાદોમાં રહ્યો છે, પરંતુ તે તેના વ્યાવસાયિક જીવનને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. ઇન્ડિયન આઇડોલ સીઝન 11 માં આદિત્ય નારાયણે નેહા કક્કર (Neha Kakkar) સાથે તેના લગ્નનું આખું નાટક રચ્યું હતું. એવા અહેવાલો પણ આવ્યા હતા કે આદિત્યએ શોના સ્ટેજ પર જ નેહા સાથે લગ્ન કર્યા. આ પછી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થયા, પરંતુ પાછળથી ખબર પડી કે ટીઆરપી લાવવાનો આ એક ગેમ પ્લાન હતો.

5. અલીબાગ ટિપ્પણી

ઇન્ડિયન આઇડલ 12 ના એક એપિસોડમાં, આદિત્ય ફરીથી અલીબાગ પરની તેની ટિપ્પણીને કારણે વિવાદમાં આવ્યો. શોના એક એપિસોડમાં, આદિત્યએ સ્પર્ધક સવાઈ ભટ્ટને કહ્યું હતું- રાગ પટ્ટી યોગ્ય રીતે ગાઓ, અમે અલીબાગથી આવ્યા છીએ શું?

આદિત્યની આ ટિપ્પણી રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેને ના ગમી અને તેણે આદિત્ય નારાયણ તેમજ શોના મેકર્સને ધમકી આપી. MNS એ કહ્યું કે આદિત્યની આ ટિપ્પણીએ અલીબાગના લોકોનું અપમાન કર્યું અને તેમના દિલને ઠેસ પહોંચાડી. તેમણે શોના મેકર્સ સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી. જ્યારે આ બાબતે વેગ પકડવાનું શરૂ કર્યું, ત્યારે આદિત્ય નારાયણ દ્વારા એક વિડીયો બહાર પાડવામાં આવ્યો, જેમાં તેણે અલીબાગના લોકોની માફી માંગી.

આ પણ વાંચો: Indian Idol 12: ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ શોમાં કરશે મસ્તી, આદિત્ય નારાયણે શેર કર્યો ફની વિડીયો

આ પણ વાંચો: Ullu ટીવીના CEO વિભુ અગ્રવાલ સામે કેસ દાખલ, મહિલાએ જાતીય શોષણનો લગાવ્યો આરોપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati