Birthday special: જીવન ચલાવવા લગ્નોમાં ગીતો ગાતા હતા સોનૂ નિગમ, જાણો કઈ રીતે ચમક્યા બોલીવૂડમાં
પોતાના સુરથી સૌના દિલોમાં રાજ કરનાર સોનૂ નિગમનો 30 જુલાઈ એટલે કે આજે જન્મદિન છે. ચાલો આ પ્રસંગે જાણીએ તેમની કેટલીક અજાણી વાતો, અને જીવનનું સ્ટ્રગલ.
ગાયક સોનૂ નિગમના અવાજનો જાદુ હજુ પણ એવો જ છે જેવો પહેલાના સમયમાં હતો. લોકો સોનૂના ગીતોના આજે પણ એટલા જ દીવાના છે. સોનૂ નિગમનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 30 જુલાઇ 1973 માં હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. સોનૂને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ હતો.
સાનુને તેમના પિતા પાસેથી ગાવાની પ્રતિભા મળી છે. સોનૂ નિગમ હિન્દી સિનેમામાં એક મોટું નામ છે. ઘણી મહેનત બાદ સોનૂ આજે આ મુકામ પર પહોંચ્યા છે. આજે સોનૂની ગણતરી ભલે મોટા દિગ્ગજોમાં થાય, પરંતુ એક સમય હતો જ્યારે તેઓ લગ્નના પ્રસંગોમાં ગીતો ગાતા હતા. આજે સોનૂના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો.
સોનૂ રફીથી હતા પ્રભાવિત
સોનૂ નિગમે ચાર વર્ષની ઉંમરે પોતાનું ગાવાનું ટેલેન્ટ બતાવી દીધું હતું. સોનૂએ તેમના પિતા આગમ નિગમ સાથે નાની ઉંમરે સ્ટેજ શો, પાર્ટીઓ અને લગ્નોમાં ગાવાનું શરૂ કર્યું હતું. સોનૂ બાળપણથી જ સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીથી ખૂબ પ્રભાવિત હતા. અને આ જ કારણ છે કે તેઓ રફીના ગીતો ઘણીવાર સ્ટેજ પર ગાય છે.
સંગીતમાં સોનૂનુ શિક્ષણ
જ્યારે સોનૂના પિતાએ જોયું કે તેમનો દીકરો સારું ગાય છે. ત્યારે 18 વર્ષની ઉંમરે તેઓ સોનૂને લઈને મુંબઈ પહોંચી ગયા. સોનૂ નિગમે ત્યાં ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. જોકે, મુંબઈ પહોંચ્યા બાદ સોનૂ નિગમની સફર એટલી સરળ નહોતી. તેમણે આજીવિકા ચલાવવા માટે સ્ટેજ શો કરવાનું શરૂ કર્યું.
એક મુલાકાતે બદલ્યું જીવન
રિયાલિટી શો ‘સારેગામા’ હોસ્ટ કરીને સોનૂને એક ઓળખ મળી. તમને જણાવી દઈએ કે આ શો 1995 માં પ્રસારિત થયો હતો. આ દરમિયાન સોનૂ એક વખત ટી-સિરીઝના માલિક ગુલશન કુમારને મળ્યા હતા. ગુલશન કુમારે જ સોનૂને પ્રથમ વખત ફિલ્મ ‘બેવફા સનમ’માં ગાવાની તક આપી હતી. આ ફિલ્મમાં સોનૂએ પ્રખ્યાત ગીત અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા ગાયું અને તે ખુબ હીટ થઇ ગયું. આ સોંગ અને સોનૂ બંનેના ચર્ચા ત્યારે ખુબ થયા.
નેશનલ અવોર્ડના છે વિજેતા
સોનૂએ તેમના અવાજનો જાદુ ફક્ત હિન્દી સિનેમામાં જ નહીં પરંતુ અંગ્રેજી, કન્નડ, બંગાળી, ઉડિયા, પંજાબી, તમિળ, મૈથિલી, ભોજપુરી, નેપાળી અને મરાઠી ભાષાઓમાં પણ ફેલાવ્યો છે. સોનૂ નિગમે પોતાની ગાયકીના આધારે ઘણા એવોર્ડ જીત્યા છે. તમને જણાવી દઈએ કે તેમના અવાજને આધારે સોનૂએ નેશનલ એવોર્ડ પણ પોતાના નામ કર્યા છે.
અભિનયમાં પણ કર્યો ટ્રાય
સોનૂએ સંગીત ઉપરાંત અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. સોનૂએ ઘણી ફિલ્મોમાં અભિનય પણ કર્યો. પરંતુ તે ગાયકીમાં જે સફળતા મળી તે અભિનયમાં મળી નહીં. સોનૂ નિગમે લવ ઇન નેપાળ ફિલ્મથી અભિનેતા તરીકે એન્ટ્રી કરી હતી. પરંતુ જ્યારે અભિનયમાં કોઈ સફળતા ન મળી, ત્યારે તેણે ફક્ત સિંગિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.
આ પણ વાંચો: Birthday Special: એક માણસની અનેક પ્રતિભા, અભિનય સિવાય આ બાબતોમાં પણ ટેલેન્ટેડ છે Sonu Sood
આ પણ વાંચો: શું વાત છે, સુનીલ ગ્રોવર બિગ બોસમાં! Bigg Boss 15 નો શો થવાનો છે ધમાકેદાર, જાણો સંપૂર્ણ વિગતો