Bigg Boss Ott : ભોજપુરી ક્વીન અક્ષરા સિંહને કરવામાં આવી ટ્રોલ, કહ્યું- વુમન કાર્ડ રમવાનું બંધ કરો

|

Aug 22, 2021 | 10:48 PM

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે બિગ બોસમાં ધમાકો કર્યો છે. તે અન્ય તમામ સ્પર્ધકોને ટફ કોમ્પીટીશન આપી રહી છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

Bigg Boss Ott : ભોજપુરી ક્વીન અક્ષરા સિંહને કરવામાં આવી ટ્રોલ, કહ્યું- વુમન કાર્ડ રમવાનું બંધ કરો
Akshra Singh

Follow us on

આ વખતે બિગ બોસ ઓટીટી (Bigg Boss Ott) માં ભોજપુરી ઉદ્યોગની ક્વીન અક્ષરા સિંહ (Akshara Singh) ઘણું કમાલ કરી રહી છે. તે દરેક મુદ્દા પર પોતાનો મત  વ્યક્ત કરે છે  અને જો કોઈ તેની સાથે ગડબડ કરે છે, તો તે તેમને પણ છોડતી નથી. તાજેતરમાં જ અક્ષરા સિંહની બોસ મેન ઝીશાન ખાન સાથે ઘરના કામકાજ અંગે  ચર્ચા થઈ હતી.

જોકે, તેની આ  ચર્ચાને  કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. અક્ષરા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ચર્ચા દરમિયાન ઝીશાને પોતાને સંભાળ્યો, ત્યારે અક્ષરાએ લાઈન ક્રોસ કરી હતી અને વુમન વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અહીં જુઓ વિડિઓ watch video here

 

 


તમને જણાવી દઈએ કે અક્ષરાએ ઝીશાનને ધક્કો પણ માર્યો હતો, જેના કારણે તે કાઉચ પર પડી ગયો હતો. એટલું જ નહીં, અક્ષરાએ ઝીશાન માટે ખોટી ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. અક્ષરાએ તો ઝીશાનને ભિખારી પણ કહી દિધુ હતું.

ઝીશાનના ચાહકો અને શુભેચ્છકોને અક્ષરાનું આ વર્તન પસંદ ન આવ્યું અને તેઓએ અભિનેત્રીને ટ્રોલ કરી છે. તેમનું કહેવું છે કે ઝીશાનનો કોઈ દોષ નહોતો.

વાંચો સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાઓ

 

 

 

 

 

આન્ટી કહેવા પર ગુસ્સે થઈ હતી

શોની શરૂઆતમાં જ એક એપિસોડ દરમિયાન, ઘણા સ્પર્ધકોએ અક્ષરા સાથે મજાક કરતા તેને આન્ટી કહી હતી. મિલિંદે કહ્યું હતું કે તમારી ઉંમર 40 વર્ષ સુધીની લાગે છે. તે જ સમયે, જ્યારે તમે કોઈ પરફોર્મેન્સ માટે જતા હશો, ત્યારે તમને આન્ટી કહેવામાં આવતું હશે ને.

તેમની વાત સાંભળીને અક્ષરાને ખૂબ ખરાબ લાગ્યું. પરંતુ તેણે આ સમય દરમિયાન દરેકને ચેલેન્જ પણ આપી હતી. અક્ષરાએ કહ્યું હતું કે, તમે બધા આવું કહી રહ્યા છો કારણ કે મેં વજન વધાર્યું છે, પણ હું મારું વજન ઘટાડીશ અને પછી તમે બધા મને જોશો. ત્યારે હું તમારા બધાની બોલતી બંધ કરીશ.

 

આ પણ વાંચો :- પ્રેગ્નેન્સીના સમાચારો વચ્ચે ફરી એકવાર જોવા મળી Aishwarya Rai Bachchan, દીકરી આરાધ્યા પણ હતી સાથે

આ પણ વાંચો :- Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

 

Published On - 10:46 pm, Sun, 22 August 21

Next Article