Christmas Wishes : આ ફિલ્મી સ્ટાર્સે ખાસ અંદાજમાં પોતાના ચાહકોને આપી ક્રિસમસની શુભેચ્છા

|

Dec 25, 2021 | 2:44 PM

આજે સમગ્ર દેશમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આી રહી છે.ત્યારે બોલિવુડ સ્ટાર્સ હોય કે સાઉથ એક્ટર સૌ કોઈએ તેમના ચાહકોને અલગ અંદાજથી ક્રિસમસની શુભેચ્છા આપી છે.

Christmas Wishes : આ ફિલ્મી સ્ટાર્સે ખાસ અંદાજમાં પોતાના ચાહકોને આપી ક્રિસમસની શુભેચ્છા
Celebs Christmas Wishes to his fans

Follow us on

Celebs Christmas Wishes :આજે સમગ્ર વિશ્વમાં નાતાલના તહેવારની (Christmas Celebration) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ તહેવાર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (Film Industry) મોટા સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને તેમની આગવી શૈલીમાં ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે આ સ્ટાર્સ તેમના ફેન્સને શુભેચ્છાઓ આપી છે.

બોલિવૂડ ખિલાડીએ આ રીતે આપી શુભેચ્છા

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar)તેના સોશિયલ મીડિયા દ્વારા તેના મિત્રો અને ચાહકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે. તેણે અભિનંદન આપતાં લખ્યું કે હું આ તહેવારોની સિઝન માટે તમને બધાને મારી શુભેચ્છાઓ મોકલી રહ્યો છું. આ સમય તમારો વર્ષનો શ્રેષ્ઠ સમય બની શકે, તમને જીવનમાં ઘણી બધી ખુશીઓ મળે. મેરી ક્રિસમસ….

બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કાર્ટૂન તસવીર શેર કરીને આપી શુભેચ્છા

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક કાર્ટૂન તસવીર શેર કરી છે અને સાથે જ તેણે ચાહકો માટે એક સુંદર અભિનંદન સંદેશ પણ લખ્યો છે. તેણે લખ્યું કે, આ તહેવારોની સિઝનમાં હસતા રહો. મેરી ક્રિસમસ અનેએક લવલી વિકેન્ડ…

સાઉથના સુપરસ્ટારે આ અંદાજમાં આપી ચાહકોને શુભેચ્છા

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ(Mahesh Babu)  તેના ચાહકો માટે ટ્વીટ કરીને લખ્યું કે તમને બધાને મેરી ક્રિસમસ.. આ મોસમ ખુશીઓ, સ્મિત અને શુભેચ્છાઓથી ભરેલી છે. આ સાથે અભિનેતા મોહનલાલે પણ તસવીર શેર કરી છે અને મેરી ક્રિસમસ લખીને ચાહકોને શુભેચ્છા પાઠવી છે.

આ સાથે સુધીર બાબુએ લખ્યું છે કે બધાને ક્રિસમસની શુભકામનાઓ, એવા ઋષિ બનો જેઓ પોતાના જીવનની સાથે સાથે આસપાસના લોકોના જીવનને પણ ખુશીઓથી ભરી દે.

સાઉથ એક્ટર કાર્તિએ પણ પોતાના ટ્વિટર પર લખ્યું છે કે મેરી ક્રિસમસ, તમારા પરિવાર સાથે ખુશ રહીને આ તહેવારની મોસમનો આનંદ માણો.

 

આ પણ વાંચો: Nagma Birthday Special : સલમાન ખાન સાથે બોલિવુડમાં ડેબ્યૂ કરનાર આ ખૂબસુરત અભિનેત્રી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ

આ પણ વાંચો: Photos : કેટરિના કૈફ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરવા વિકી કૌશલ ઉત્સાહિત, એરપોર્ટ પર આ અંદાજમાં જોવા મળ્યા અભિનેતા

Published On - 2:08 pm, Sat, 25 December 21

Next Article