AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharti Singh Controversies : ભારતી સિંહ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ, વાંચો થપ્પડથી લઈને ડ્રગ્સ સુધીના વિવાદો

જસ્મીન ભસીન સાથેના ચેટ શોમાં કોમેડિયન ભારતી સિંહે (Bharti Singh) દાઢી અને મૂછ ધરાવતા લોકોની મજાક ઉડાવી હતી. તેની આ મજાકને કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે.

Bharti Singh Controversies : ભારતી સિંહ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ, વાંચો થપ્પડથી લઈને ડ્રગ્સ સુધીના વિવાદો
આ પહેલા પણ ભારતી સિંહ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગ્યો હતોImage Credit source: instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 2:27 PM
Share

Bharti Singh Controversies : કોમેડી ક્વીન ભારતી સિંહ (Bharti Singh) ટીવીની દુનિયાનું એક એવું નામ છે, જે સ્ટેજ પર આવતા જ લોકોના ચહેરા પર સ્મિત લાવી દે છે. વર્ષ 2019ની ફોર્બ્સની યાદીમાં, ભારતીનું નામ વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારા 100 સ્ટાર્સની યાદીમાં સામેલ હતું. તાજેતરમાં, “દાઢી અને મૂછો” પરની કોમેડીને કારણે તે ફરી એકવાર વિવાદો હેઠળ આવી છે. એસજીપીસી (Shiromani Gurdwara Parbandhak Committee)એ પણ કોમેડિયન પર તેમની ટિપ્પણી બદલ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોમેડિયન ભારતી સિંહનું નામ કોઈ વિવાદ સાથે જોડાયું હોય. આ પહેલા પણ તેનું નામ ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યું છે, તો ચાલો એક નજર કરીએ કોમેડિયન ભારતી સિંહ (Comedian Bharti Singh) સાથે જોડાયેલા વિવાદો પર,

ડ્રગ્સ કેસ

2021માં, NCBએ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાને પણ ઘરમાં દરોડામાં ડ્રગ્સ મેળવવા બદલ ન્યાયિક કસ્ટડીમાં રાખ્યા હતા. જોકે, મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતી અને તેના પતિ હર્ષને જામીન આપ્યા હતા અને જામીન મળતા જ બંનેએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું.

સિદ્ધાર્થ સાગરે થપ્પડ મારી હતી

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2019માં કોમેડિયન સિદ્ધાર્થ સાગરે કોમેડી એક્ટ દરમિયાન ભારતીને થપ્પડ મારી હતી. ભારતી અને સિદ્ધાર્થ કોમેડી સર્કસ, કોમેડી ક્લાસીસ અને કોમેડી નાઈટ્સ જેવા શોમાં સાથે જોવા મળ્યા છે. એક શોમાં પર્ફોર્મન્સ દરમિયાન, સ્ક્રિપ્ટ અનુસાર, સાગરે ભારતીને નકલી થપ્પડ મારવાની હતી. પરંતુ સાગરે નકલી થપ્પડને બદલે ભારતીને અસલી થપ્પડ મારી હતી. એક્ટ પૂરો થયા બાદ ભારતી સિંહે શો છોડવાની વાત કરી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો, ભારતીએ ઓપ્ટિમિસ્ટિક પ્રોડક્શન હાઉસની સામે એક શરત મૂકી હતી કે તેણે ભારતી અથવા સિદ્ધાર્થમાંથી કોઈ એકની પસંદગી કરવી જોઈએ. પ્રોડક્શન હાઉસે ભારતીને શોમાં રાખતા સિદ્ધાર્થ સાગરને શોમાંથી હટાવી દીધો હતો. આ વિવાદ બાદ ભારતી અને સિદ્ધાર્થ વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી.

ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

વર્ષ 2019 માં, ફરાહ ખાનના બેક બેન્ચર નામના શોમાં, ફરાહ, ભારતી સિંહ અને રવિના ટંડનને બાઇબલના હલેલુજાહ શબ્દની મજાક ઉડાવવી પડી હતી. સ્પેલિંગ કોમ્પિટિશન દરમિયાન ભારતીએ આ શબ્દનો ખોટો સ્પેલિંગ લખ્યો હતો, તો રવીનાએ આ શબ્દ સાચો સ્પેલિંગ લખ્યો હતો. આ એપિસોડ ઓનલાઈન સ્ટ્રીમ થયા પછી, ફરાહ ખાન, રવિના ટંડન અને ભારતી સિંહ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને કેસ નોંધવામાં આવ્યો હતો. વિવાદ વધ્યા બાદ રવિના અને ફરાહે માફી માંગી સમગ્ર મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કપિલ શર્માને શોમાંથી હટાવવાની માંગ

જે સમયે ભારતી વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો હતો, તે સમયે ભારતી કોમેડિયન કપિલ શર્માના શોનો ભાગ હતી. તે દરમિયાન લોકોએ ભારતીને શોમાંથી હટાવવા માટે Change.org વેબસાઈટ પર ભારતી વિરુદ્ધ અરજી કરી હતી. લોકોના આ વિરોધને ધ્યાનમાં રાખીને ભારતી સિંહને શોથી થોડા એપિસોડ માટે દૂર રાખવામાં આવી હતી.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">