Ban Ravan Leela: સોશિયલ મીડિયા પર ઉઠી પ્રતીક ગાંધીની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

|

Sep 19, 2021 | 8:20 PM

પ્રતિક ગાંધી (Pratik Gandhi)ની ફિલ્મ 'રાવણ લીલા' (Ravan Leela) 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે.

Ban Ravan Leela: સોશિયલ મીડિયા પર ઉઠી પ્રતીક ગાંધીની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Pratik Gandhi

Follow us on

વેબ સિરીઝ સ્કેમ 1992થી ચાહકોને દિવાના બનાવનાર અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) ફરી એકવાર ચાહકોને દિવાના બનાવવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ રાવણ લીલા (Ravan Leela) 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ મેકર્સે ફિલ્મનું નામ બદલ્યું છે. હવે ફિલ્મનું નામ ‘ભવાઈ’ (Bhavai) છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

રાવણ લીલાના ટ્રેલરને મળેલા પ્રતિસાદ બાદ ફિલ્મનું નામ ભવાઈ રાખવાનું નક્કી થયું હતું. જેની માહિતી પ્રતીકે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી. પરંતુ આ ફિલ્મમાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

 

Ban Ravan Leela થયું ટ્રેન્ડ

ટ્વિટર પર Ban RavanLeela_Bhavai ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે શ્રી રામ અને રાવણની તુલના કરવામાં આવી રહી છે જે ખોટું છે. એક યુઝરે લખ્યું – ફરી એકવાર બોલિવૂડે રાવણનો મહિમા કર્યો અને ભગવાન રામ અને હનુમાનજીનું અપમાન કરીને હિન્દુફોબિક થઈ રહ્યું છે. ચાલો આગળ આવીએ અને તેમને પાઠ ભણાવીએ.

 

એક યુઝરે લખ્યું – સરકારે કેટલાક કાયદા બનાવવા જોઈએ જેમાં આવી ફિલ્મોનું નિર્માણ બંધ થવું જોઈએ. જે હિન્દુત્વને નુકસાન પહોંચાડી રહી છે.

 

 

અન્ય એક યુઝરે લખ્યું – આવી ફિલ્મોનો બહિષ્કાર થવો જોઈએ. તે દિવસેને દિવસે નકામી થતી જાય છે શા માટે શ્રી રામજી અને હિન્દુઓની સામે આટલી નફરત.

 

 

નિર્દેશક, નિર્માતા અને લેખકને નોટિસ મોકલી

રાવણ લીલાનું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ફિલ્મના નિર્દેશક, નિર્માતા અને લેખકને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. તેમના પર ભગવાન રામ વિશે ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ટ્રેલરમાં કેટલાક સંવાદો દ્વારા રાવણને સારા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે એન્દ્રીતા રે, અંકુર ભાટિયા, અભિમન્યુ સિંહ, રાજેશ શર્મા, અંકુર વિકલ, રાજેન્દ્ર ગુપ્તા, ગોપાલ સિંહ, ફ્લોરા સૈની, અનિલ રસ્તોગી અને કૃષ્ણા બિષ્ટ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

 

 

આ પણ વાંચો :- Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

 

આ પણ વાંચો :- New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

 

Next Article